Vande Gujarat News
Breaking News
Gujarat

ગુજરાતનાં આ કલાકારના ડાયરામાં થયો લાખો રૂપિયાનો વરસાદ,ભજનના સૂર છેડતા લોકો મંત્ર મુગ્ધ થયા

ગુજરાતમાં ડાયરાના કાર્યક્રમોમાં ચલણી નોટોનો ઉડાડવાની પરંપરા ચાલી આવી છે.પરંતુ એમાં પણ કીર્તીદાન જેવા કલાકાર પર તો નોટોનો વરસાદ થતો હોય છે.નવસારીના નાનકડા એવા સુપા ગામમાં ભજન કલાકાર કીર્તીદાન ગઢવી પર ચલણી નોટોનો વરસાદ થયો હતો.મોટી સંખ્યામાં લોકો સ્ટેજ પર આવીને ચલણી નોટો ઉડાવતો જોવા મળ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે,અહીં કાર્યક્રમ એક નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.આંખની હોસ્પિટલના લાભાર્થે કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં લાખો રૂપિયાનો વરસાદ થયો હતો.અંદાજિત 40 થી 50 લાખ રૂપિયાનું દાન આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

કીર્તીદાન ગઢવી ગુજરાતનાં જાણીતા કલાકાર છે.તેઓ ખુબજ લોકપ્રિય છે. જેના કારણે તેમના કાર્યક્રમને સાંભળવા માટે દૂર દૂરથી લોકો આવતા હોય છે. તેનો ચાહક વર્ગ પણ વધારે છે.

તેવામાં તેના કાર્યક્રમો વિદેશોમાં પણ ખૂબ જ લોકપ્રિય થતાં હોય છે. તેવામાં આ વખતે અંહી કાર્યક્રમ યોજીને લોકોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા જેના કારણે લોકોએ ચલણી નોટોનો વરસાદ કરી દીધો હતો.

તેમના ભજનના કાર્યક્રમનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ભારે ધૂમ મચાવી રહ્યો છે.

संबंधित पोस्ट

गुजरात: विदाई की जगह दुल्हन हुई क्वारनटीन, मैरिज हॉल में अकेली निकली कोरोना पॉजिटिव

Vande Gujarat News

અલંગ યાર્ડમાં લકઝરી ક્રૂઝ જહાજોની સતત વધતી સંખ્યા

Vande Gujarat News

ભરૂચમાં સિંધવાઈના વિઘ્નહર્તામાં ઘરડા ઘરના વડીલોને મળ્યો દિલથી વિસામો – આગતા-સ્વાગતા, ખાનપાન અને માનથી વૃધ્ધો થયા ગદગદિત, જુઓ વિડિયો…

Vande Gujarat News

અંકલેશ્વરના દઢાલ ગામ પાસે વહેતી અમરાવતી નદીમાં દશામાની પ્રતિમા વિસર્જન કરવા આવેલ ત્યારે ત્રણ યુવાનો અમરાવતી નદીમાં ડૂબી ગયા

Vande Gujarat News

સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન-રાજકોટ ‘અમૃત મહોત્સવ’: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું વર્ચ્યુઅલ ઉદબોધન

Vande Gujarat News

શ્ર્દ્ધાંજલિ:ભરૂચમાં પ્રાર્થના સભા યોજી મરહુમ અહમદ પટેલને શ્ર્દ્ધાંજલિ અપાઇ

Vande Gujarat News