



બુધવારે બપોર બાદ અંક્લેશ્વર નગરપાલિકા અને જીપીસીબી દ્વારા સંયુક્ત રીતે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા દુકાનદારોને ત્યાં અચાનક ચેકીંગ ધરવામાં આવ્યું. જે ચિકિંગ દરમ્યાન જીપીસીબી, અંક્લેશ્વરના મદદનીશ પર્યાવરણ ઇજનેરશ્રી રવી જે. આચાર્ય તથા અંક્લેશ્વર નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રઘુવીરસિંહ જે મહીડા, સુપરવાઈઝરશ્રી હાર્દિક પટેલ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.
અને તેઓએ પ્રતિબંધિત પ્લાસ્ટી બેગ, સ્ત્રો, ચમચી અને ગ્લાસ વિગેરેનો કુલ જથ્થો કિલો- ૧૬ / ૫૦૦ ગ્રામ જથ્થો જપ્ત કરીને કુલ-૬ ઈસમો પાસેથી ૪,૫૦૦/- નો વહીવટી ચાર્જ (દંડ) સ્થળ ઉપર જ વસુલ કરેલ છે. જે દરમ્યાન અંદાજીત- ૧૬ દુકાનોમાં ઇન્સ્પેકશન કરવામાં આવેલ હતું.
જે પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેનું ચેકીંગ જુદા જુદા વિસ્તારો જેવા કે ત્રણ રસ્તા પાસે, મેઇન સ્ટેશન રોડ, જૂની જ્યોતિ ટોકીઝ રોડ અને પરચેઝ જતો રોડના વિસ્તારમાં હાથ ધરવામાં આવેલ હતું. આવી રીતે આ ચેકીંગના લીધે દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો…