Vande Gujarat News
Breaking News
General news

કોરોના પછી ચીનમાં વ્હાઇટ લંગ્સનો કહેર, ડેલ્ટા વેરિઅન્ટની આહટથી હાહાકાર

ચીનમાં કોરોનાનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અહીં દરરોજ કોરોના સંક્રમણના નવા દર્દીઓ મળી રહ્યા છે. જેના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. કોરોના સંક્રમિત દર્દીઓના વ્હાઇટ લંગ્સ મળવાને કારણે ચીન સામે વધુ એક પડકાર આવીને ઉભો છે. એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે આ ડેલ્ટા વેવની વાપસી તો નથી ને. જો કે હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. ચીનમાં હાહાકાર વચ્ચે લોકોને બચાવવાનો સંઘર્ષ ચાલુ છે.

વ્હાઇટ લંગ્સે વધારી ચીનની ચિંતા 

કોરોના સંક્રમિત દર્દીઓમાં વ્હાઇટ લંગ્સ જોવા મળતાં ચીન સામે વધુ એક મોટો પડકાર ઉભો થયો છે. એક અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ મુજબ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કેટલીક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બીજિંગ અને ચીનના ઉત્તરી પ્રાંત હેબેઈમાં કોરોના સંક્રમિત દર્દીઓની સીટી સ્કેન તપાસમાં સફેદ ફેફસાં મળી આવ્યા છે. તેણે ચીનની ઊંઘ ઉડાડી દીધી છે. ચીનના આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. સફેદ ફેફસાના રિપોર્ટથી આરોગ્ય વિભાગ ચિંતાતુર બન્યું છે. તેનું કારણ પણ ખૂબ મહત્ત્વનું છે.

સફેદ ફેફસાંનો અર્થ છે ડેલ્ટા વેરિઅન્ટની વાપસી 

કોરોના સંક્રમિતમાં સફેદ ફેફસાં મળ્યા બાદ ચીનની ઊંઘ ઉડી ગઈ છે, જેનું કારણ ડેલ્ટા વેવની આશંકા છે. સફેદ ફેફસાં મળવા એ સંકેત છે કે આ દર્દી કોરોનાના સૌથી ઘાતક ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત છે, કોરોનાના ઓમિક્રોનથી નહીં. જો આ વેરિઅન્ટ ફેલાશે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જોકે ચીનની સરકારે ડેલ્ટા વેરિઅન્ટ મળવાનો ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું છે કે વૃદ્ધ દર્દીઓમાં સફેદ ફેફસા જોવા મળ્યા છે. તેનું કારણ તેમની ઉંમર છે અને તેઓ કોરોના સંક્રમણથી ખરાબ રીતે પ્રભાવિત છે.

ડેલ્ટા વેરિઅન્ટનો ચીનનો સ્પષ્ટ ઇનકાર

ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર ઝુ વેન્બોએ ડેલ્ટા વેરિઅન્ટને સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે. તેમણે કહ્યું કે ડેલ્ટા વેરિઅન્ટ નથી. તેમાં કોઈ રિકોમ્બિનેશન થયું નથી. અમે ડિસેમ્બરની શરૂઆતથી અત્યાર સુધીમાં 1142 કોરોના પોઝિટિવ કેસોની જીનોમ સિક્વન્સિંગ કરી હતી. તેમાં જાણવા મળ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ BA.5.2 અને BF.7 સ્ટ્રેન બંને વાયરસ મળીને ચીનમાં મળી આવેલા કોરોના સંક્રમિતોમાં 80 ટકા હિસ્સો ધરાવે છે.

શું છે વ્હાઇટ લંગ્સની બીમારી 

એસ્પરગિલોમા એ સફેદ ફેફસાંનો રોગ છે. તે એવા લોકોમાં જોવા મળે છે, જેમની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. જો કે આ રોગ તે લોકોમાં જોવા મળે છે જેઓ ક્ષય રોગનો શિકાર બને છે, પરંતુ આ દિવસોમાં આ રોગ કોવિડ પછી સંક્રમિત લોકોમાં પણ જોવા મળી રહ્યો છે. આ રોગ ફેફસાંને અસર કરે છે. એટલું જ નહીં જો યોગ્ય સમયે સારવાર ન મળે તો જીવ પણ જઈ શકે છે.

संबंधित पोस्ट

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે આયોજિત કરાયો ભારતનો સૌપ્રથમ ટુરિઝમ કોન્કલેવ, પ્રવાસન મંત્રીની ઉપસ્થિતિ પણ રહી

Admin

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સલાહકાર તરીકે ફરી જૂના જાગી એવા અધિકારીઓ આવ્યા

Vande Gujarat News

આર.ટી.ઓ કચેરી દ્રારા વાહનોના નંબરની રી-ઓક્શન તા.૧/૧/૨૦૨૩થી શરૂ કરવામાં આવશે

Vande Gujarat News

વિશ્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન (NSUI) હંમેશા વિધાર્થીઓના પ્રશ્ને લડત કરતું સંગઠન

Vande Gujarat News

પોલીસ બાદ હવે સહકારી ક્ષેત્રની બેંકો પણ થશે સક્રિય, વ્યાજખોરીના દૂષણને ડામવા સહકારી બેંકોએ આગળ આવવું જોઈએ : અરુણસિંહ રાણા

Vande Gujarat News

કોરોના અંગે જાગૃત થયેલ નાગરિકો પ્રિકોશન ડોઝ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા

Vande Gujarat News