



છોટાઉદેપુર જિલ્લા ને કુદરતી સૌંદર્યનો ખજાનો ભેટ સોગાત સ્વરૂપે વારસામાં મળી આવેલ છે.તેમાં નો જ એક વારસો એટલે કે વિશાળ ઓરસંગ પટ.જે જિલ્લા ની જીવા દોરી સમાન છે. આ ઓરસંગમાં સફેદ ચાદર સમાન પથરાયેલી રેતી એટલે કે રાજ્ય આંતરરાજ્યમાં વખણાય છે.
અને આ વિસ્તારની પ્રજાને રોજી રોટી પૂરી પાડે છે. ત્યારે આ વિસ્તારમાં આ જ ઓરસંગ નદીમાં દાયકા પહેલા તડબૂચની ખેતી થતી હતી. અને તે પણ સમગ્ર રાજ્ય આંતરરાજ્ય માં લાલ ચટાક તરબૂચ તરીકે વખણાવતા હતા.માત્ર છોટાઉદેપુર નું નામ જ પડે અને તરબૂચ વેચાઈ જતા હતા.
છોટાઉદેપુરના તરબૂચના ભાવો બોલાતા હતા. સૌરાષ્ટ્ર કાઠીયાવાડ તરફથી છોટાઉદેપુર ખાતે અનેક વેપારીઓ આવી અને ગાડીઓ ને ગાડીઓ તરબૂચની ખરીદી કરી અને પોતાના વિસ્તારમાં લઈ જઈ અને વેપાર કરતા હતા. તે દિવસો જાણે હવે વિસરાઈ ગયા હોય તેમ ઓરસંગ પટમાં થતા લાલ ચટાક તરબૂચ ની ખેતી વર્તમાન સમયમાં પાણીના પ્રવાહ ના અભાવે શક્ય નથી. ત્યારે ટૂંકા સમયમાં થાય તેવી કાકડીની ખેતી તરફ ખેડૂતો વળ્યાં છે.
છોટાઉદેપુર ની ઓરસંગના લાલ ચટાક વખણાતા તરબૂચ વિસરાયા
ટૂંકા સમયમાં થાય તેવી કાકડીની ખેતી તરફ ખેડૂતો વળ્યાં
છોટાઉદેપુર નું નામ જ પડે અને તરબૂચ વેચાઈ જતા હતા.
ઓરસંગના લાલ ચટાક વખણાતા તરબૂચ સાવ વિસરાઈ ગયા છે