



અમદાવાદ શહેરના સિંધુભવન વિસ્તારની આસપાસ ડ્રગ્સ લેનાર અને આપનાર માટે બદનામ છે અને ફરી એક વખત આ વાત સાહિત થઈ છે. કારણ કે, આ વખતે બે વ્યક્તિને સિંધુભવન રોડ પર ડ્રગ્સ આપતા સમયે ઝડપી લીધા છે. આ બંને પડલર પાસેથી લાખોનો મુદ્દા માલ પણ પોલીસે કબડે કર્યો છે.
જ્યારે 31st ડિસેમ્બર પહેલાં શહેરમાં ડ્રગ્સ પેડલરને પકડવા માટે એસઓજીએ તમામ પ્રયાસો હાથ ધર્યા છે અને એક પછી એક બધા પોલીસની પકડમાં આવી રહ્યા છે. એસઓજીએ ઇરફાન ઉર્ફે પોપટ સિંધી અને નયામત અલી ખાન નાગોરી નામના બે શખ્સોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ મૂળ પાલનપુરના રહેવાસી છે.
જે બંને આરોપીઓ હાલ ડ્રગ્સની ડિલિવરી કરવા આવતા પહેલાં જ એસઓજીના હાથે ઝડપાઈ ગયા છે. આરોપીઓ પાસેથી પોલીસે 29 લાખનું 296 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. જે બંને પાલનપુરથી ખાસ અમદાવાદના સિંધુ ભવન રોડ પર આપવા આવ્યા હતા.
અમદાવાદમાં ડ્રગ્સ બે પેડલર ઝડપાયા
31stની પાર્ટી પહેલાં સિંધુભવન રોડ પર ડ્રગ્સનું વેચાણ
લાખોના મુદ્દા માલ સાથે બે પેડલર ઝડપાયા
પોલીસે 29 લાખનું 296 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું