Vande Gujarat News
Breaking News
General news

આઝાદીના 75 વર્ષ થાય બાદ પાછીયાપુરા ગામ ને મળ્યું સ્મશાન

આઝાદીના 75 વર્ષ થાય બાદ પહેલીવાર ગામના લોકો ને અંતિમ વિધિ માટે સ્મશાન મળતા લોકોમાં ખુશી જોવા મળી હતી.કરજણ તાલુકા ના પાછીયાપુરા ગામે અંતિમવિધિ માટે સ્મશાન જ નહોતું.ગામ માં કોઈ વ્યક્તિ નું મરણ થાય તો ગામલોકો બાજુના ગામ ના સ્મશાનમાં અંતિમ વિધિ કરવા માટે જતા હતા.

 

કરજણ ના પાછીયાપુરા ગામ ના જાગૃત નાગરિક દ્રારા અસંખ્ય વાર તંત્ર ને રજુવાતો કરાઈ હતી.મીડિયા ના મારફતે કરજણ ભાજપ ધારાસભ્ય અક્ષય પટેલને આ વાત ધ્યાને આવતા ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી કરજણ ના પાછીયાપુરા ગામ માં સ્મશાન ફાળવામાં આવ્યું હતું.સ્મશાન નું 6 માસ પહેલા ખાત મુહૂર્ત પણ કરાયેલું હતું.અગાઉ તંત્ર દ્રારા ગામમાં સ્મશાન ન બનાવવાતા ગામ ના જાગૃત નાગરિકો દ્રારા માનવ અધિકાર પંચ ને લેખિત માં રજુવાત કરી હતી.

 

સ્મશાન નું ખાતમુહૂર્ત કરાયા બાદ તંત્ર અધિકારીઓ ની ઊંઘ ઊડી ન હતી.માનવ અધિકાર પંચ દ્રારા કરજણ બાંધકામ વિભાગ ને નોટિસ ફટકારતા તંત્ર દોડતું થયું હતું.કરજણ તાલુકા વિકાસ અધિકારી સહિત વહીવટી તંત્ર ગામપર હાજર રહિ તાત્કાલિક ધોરને સ્મશાન નું કામ ચાલુ કરાયું હતું.આઝાદીના 75 વર્ષ થાય બાદ પહેલીવાર ગામ લોકો અંતિમ વિધિ માટે સ્મશાન બનતા જોતા ખુશી ની લાગણી જોવા મળી હતી.

संबंधित पोस्ट

અલ્હાબાદ યુનિવર્સિટીમાં ઉગ્ર હંગામો, વિદ્યાર્થીઓ અને ગાર્ડ વચ્ચે ઘર્ષણ, કેમ્પસમાં ફાયરિંગ

Vande Gujarat News

અંકલેશ્વરમાં પુત્રીના લગ્ન પ્રસંગમાં સ્વ.માતા મૂર્તિમંત બની આર્શીવાદ આપ્યા

Vande Gujarat News

કોરોના અંગે જાગૃત થયેલ નાગરિકો પ્રિકોશન ડોઝ લેવા માટે ધક્કા ખાઈ રહ્યા

Vande Gujarat News

સરકારી પ્રક્રિયાનો નાદાર નમૂનો: 2006 માં શરૂ થયેલું કામ 11 માસમાં પૂર્ણ કરવાને બદલે હજુ તો રિ-ટેન્ડરીંગ

Vande Gujarat News

100 કરોડનું આલીશાન ઘર અને મોંઘા વાહનો, રિતિક રોશનની કુલ સંપત્તિ જાણીને તમારું માથું ચકરાઈ જશે

Admin

અમારા માતાપિતા અને અમે ચારેય ભાઈઓ પર શું વીતી હશે….

Vande Gujarat News