Vande Gujarat News
Breaking News
Lifestyle

લાઈફસ્ટાઈલ / નોન વેજ જ નહીં, આ 5 શાકાહારી ખોરાક આરોગીને પણ દૂર કરી શકો છો ઓમેગા 3ની ઉણપ

સ્વસ્થ રહેવા માટે આપણે અલગ – અલગ વસ્તુઓ ખાઈએ છીએ. ખોરાકમાંથી મળતા વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વો આપણા શરીરને સ્વસ્થ રાખે છે. આ વસ્તુઓમાંથી એક છે ઓમેગા 3 ફેટી એસિડ, જે આપણા શરીર માટે મહત્વપૂર્ણ છે. ઓમેગા 3 શરીરના કોષોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. સામાન્ય રીતે લોકો તેને મેળવવા માટે માછલીનું સેવન કરે છે. પરંતુ જો તમે શાકાહારી છો અથવા માછલી ખાવાનું ટાળો છો, તો તમે તમારા ડાઈટમાં આ 5 વેગન વસ્તુઓનો સમાવેશ કરી શકો છો.

ચિયા સીડ્સ
ચિયા સીડ્સ શરીરમાં ઓમેગા 3 ની ઉણપને પૂરી કરી શકે છે. તેમાં ઓમેગા 3 ફેટી એસિડ, ફાઈબર, આયર્ન અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ચિયા સીડ્સ હાઈ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં પણ મદદ કરે છે.
અખરોટ
મગજ જેવા દેખાતા અખરોટમાં પણ ઓમેગા 3 ફેટી એસિડ હોય છે. અખરોટમાં 3.346 ઔંસ ઓમેગા-3 હોય છે. તેના સેવનથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. તે વાળ, ત્વચા અને આંખો માટે પણ હેલ્ધી છે.
સોયાબીન
સોયાબીનમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ઓમેગા 3 ની ઉણપના કિસ્સામાં, તમે સોયાબીનને ઘણી રીતે ડાઈટમાં સામેલ કરી શકો છો.
અળસીના બીજ
અળસીના બીજના સેવનથી શરીરમાં ઓમેગા 3 ફેટી એસિડનું પ્રમાણ વધી શકે છે. તેમા 6.703 ઔંસ ઓમેગા – 3 હોય છે. તે વજન ઘટાડવા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
રાજમા
રાજમામાં ઓમેગા 3 ફેટી એસિડ જોવા મળે છે. રાજમાને ડાઈટમાં સામેલ કરીને તમે શરીરમાં ઓમેગા 3 ની ઉણપને ઘણી રીતે દૂર કરી શકો છો.
ઉલ્લેખનીય છે કે ઓમેગા 3 ની ઉણપમાં મોટાભાગે શાકાહારી આરોગતા લોકોમાં બહુ જોવા મળે છે. માસાહાર આરોગતા લોકોમાં તેની ઉણપ બહુ ઓછઝી જોવા મળે છે. તેથી શાકાહારી આરોગતા લોકો ઉપર જણાવેલી વસ્તુઓનો ઉપયોગ કરીને ઓમેગા 3 ની ઉણપને દૂર કરી શકે છે.

संबंधित पोस्ट

સાવધાન / વિટામિન ડીની ઉણપ શરીર માટે છે ખતરનાક, શરીરનો આ ભાગ થઈ જાય છે નબળો

Admin

તમારા પાર્ટનર સાથે આ રીતે કરો ચોકલેટ ડે સેલિબ્રેટ, સંબંધ મજબૂત થશે

Admin

ભરૂચમાંમાં “વિકિડા નો વરઘોડો” ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો યોજાયો

Vande Gujarat News

How can you eat bats and dogs’: Shoaib Akhtar ‘really angry’ over coronavirus outbreak

Admin

कील मुहांसों को दूर करने के लिए ऐसे करें ग्लिसरीन का इस्तेमाल

Vande Gujarat News

Heavy rains lash Delhi, traffic snarls in some areas

Admin