Vande Gujarat News
Breaking News
BharuchGujarat

વ્યાજખોરો પર તવાઈ બાદ હવે ભરૂચ પોલીસ કરી આવી નાના વેપારીઓના વ્હારે, જરૂરિયાતમંદ લારી ગલ્લા અને રિક્ષા ચાલકોને સરકારી યોજનાઓના લાભ અપાવવા પોલીસે છેડ્યું અભિયાન

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકોર હોલ ખાતે વિવિધ સરકારી એજન્સીઓ જેમાં કલેકટર કચેરી, જિલ્લા આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ કલ્યાણ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નગરપાલિકા તથા વિવિધ બેંકો સાથે મળીને નાના ધંધાવાળા વેપારીઓ જેમકે ફેરિયાઓ, પાનના ગલ્લા શાકભાજીની લારીવાળા જરૂરિયાત મંદ લોકોને લોન લેવા માટે એક જ સ્થળે બધી બેંકો તથા સરકારી વિભાગોમાંથી માહિતી અને જરૂરી ડોક્યુમેન્ટની દરેક પ્રક્રિયાની સમજ મળી રહે અને લોન તથા અન્ય સરકારી લાભો લેવા માટે જરૂરી ફોર્મ ભરવાની કાર્યવાહીમાં આસાની રહે તેના માટે દરેક એજન્સીઓના સ્ટોલ લગાવી વર્કશોપનું આયોજન કરવામાં આવેલ અને આ આયોજનમાં આશરે ૩૦૦ થી પણ વધુ લોકોએ હાજર રહી સમજ મેળવી અને જરૂરી માહિતીઓ મેળવેલ. જેમાં લોન લેવી આધાર કાર્ડ અપડેટ કરવા, આયુષ્માન કાર્ડ મેળવવા- અપડેટ કરવા, શૈક્ષણિક લોન મેળવવી વગેરેના સ્ટોલ રાખવામાં આવેલ જેમાં 236 જેટલા લોકોએ વિવિધ સ્ટોલ પરથી રૂબરૂમાં માહિતીઓ મેળવી.

આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો. લીના પાટીલની અધ્યક્ષતામાં ડીવાયએસપી શ્રી આર આર સરવૈય, ભરૂચ નગરપાલિકા પ્રમુખ શ્રી અમિત ચાવડા, લીડ બેંક મેનેજર શ્રી જીગ્નેશ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

ક્લિનિકોમાં સીસીટીવી કેમેરા ફરજીયાત લગાવવાના રહેશે

Vande Gujarat News

આ ફેમસ બ્રાન્ડ આખી જીંદગી ફ્રીમાં સેન્ડવીચ ખવડાવશે, નાની શરત પૂરી કરવી પડશે!

Vande Gujarat News

गुजरात: इस दफ्तर से हुआ 1 करोड़ से ज्यादा कीमत का सोना गायब, मामला हुआ दर्ज

Vande Gujarat News

ભરૂચ જેલમાં SPની સરપ્રાઈઝ વિઝિટ, બેરેક-કેદીઓ પાસેથી 7 મોબાઈલ મળ્યા

Vande Gujarat News

गुजरात: ताजमहल और स्टेच्यू ऑफ यूनिटी की 1 साल की टिकट से ज्यादा पैसे मास्क के चालान से आए

Vande Gujarat News

સાપુતારામાં સુરતની ખાનગી બસ ખીણમાં ખાબકી..બે મહિલાના મોત…

Vande Gujarat News