



ભરૂચ શહેરના ખારવાવાડ વિસ્તારમાં મિસ્ત્રી પંચની વાડીમાં જે એસ.એસ. ભરૃચ તરફથી તાલીમ લઈ રહેલ બહેનો માટે નહેરૂ યુવા કેન્દ્ર તથા રોટરી કલબ ઓફ કૈમીનાના સંકલનથી ભરૂચનાં જાણીતા સી રોગોના નિષ્ણાંત ડૉ. પ્રગતિબેન બારોટનું વ્યાખ્યાન ગોઠવવામાં આવ્યુ હતુ. તેઓએ વિવિધ સ્ત્રીરોગો તથા કેન્સરનાં રોગો વિષે વિસ્તૃત માહિતી આપી તેમના નિવારણ વિષે બહેનોને સમજણ આપી હતી.
આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ફેમીનાના પ્રમુખ શ્રીમતિ મધુબેન સિગ, નહેરૂ યુવા કેન્દ્રના દિવ્યજીતસિંહ ઝાલા તથા જન શિક્ષણ સંસ્થાનના શ્રીમતિ વિષ્નાબેન કઠોલીયા તથા આશાબેન ચૌહાણ તેમજ મિસ્ત્રી સમાજનાં આગેવાનો સર્વશ્રી મહેશભાઈ મિસી તથ “નુભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા અને મોડી સંખ્યામાં બહેનોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો