



Fruits to boost immunity: શિયાળાના અંત સાથે જ વસંત ઋતુની શરૂઆત થાય છે, જેના કારણે તાપમાનમાં ઘણી વધઘટ થાય છે. આવી સ્થિતિમાં લોકો વાયરલ તાવ, સામાન્ય શરદી, ઈન્ફલ્યુએન્ઝા, પેટ ફ્લૂ અને એલર્જી જેવી અનેક બીમારીઓનો શિકાર બની રહ્યાં છે. આ નબળી ઈમ્યુનિટીને કારણે થાય છે. તેથી, તમારી ઈમ્યુનિટીની કાળજી લેવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તમારા શરીરની ઈમ્યુનિટીને મજબૂત કરવા માટે ડાયટમાં મોસમી ફળો અને શાકભાજીનો સમાવેશ કરવો જરૂરી છે. જો તમે શરદી, ફ્લૂ અને અન્ય ચેપથી બચવાના ઉપાયો શોધી રહ્યા છો, તો તમારે તમારા ડાયટમાં આ 5 ઈમ્યુનિટી વધારનારા ફળોનો સમાવેશ કરવો જ જોઈએ. હેલ્ધી ડાયટ ફોલો કરવાનો પ્લસ પોઈન્ટ એ છે કે તમારું વજન પણ નિયંત્રણમાં રહેશે.
ચેરી
ચેરી એનર્જીને બૂસ્ટ, ઊંઘની ગુણવત્તા સુધારવા અને આપણા મગજને આરામ આપવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં અને લોહીમાં યુરિક એસિડ ઘટાડવામાં પણ મદદ કરે છે.
સ્ટ્રોબેરી
વસંતઋતુ માટે સ્ટ્રોબેરી સૌથી સારો ફળ છે. તે એન્ટીઓકિસડન્ટોમાં ખૂબ સમૃદ્ધ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, સ્ટ્રોબેરી હેલ્ધી વેઈટ જાળવવામાં મદદ કરે છે.
બ્લેકબેરી
બ્લેકબેરીમાં કેલરી કેલેરી કાઉન્ટ ઓછું હોય છે અને તે ફાઈબર, વિટામિન્સથી ભરપૂર હોય છે. બ્લેકબેરી મગજના સ્વાસ્થ્ય માટે સારું છે. વધુમાં, બ્લેકબેરી શરીરના મેટાબોલિઝ્મને તેજ કરવા અને ડાયાબિટીસના લક્ષણોને નિયંત્રિત કરવામાં અસરકારક છે.
નારંગી
નારંગી એ કોષોને નુકસાનથી બચાવવા, શરીરને આયર્ન ઓબ્ઝર્વ કરવામાં અને એનિમિયા સામે લડવામાં મદદ કરવા માટે એક આદર્શ ફળ છે. નારંગીમાં વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે ઈમ્યુનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
પપૈયા
પપૈયું એક સ્વાસ્થ્યવર્ધક ફળ છે જે IBS અથવા પાચન સંબંધી સમસ્યાઓ માટે ખૂબ જ અસરકારક છે. પપૈયા વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.