Vande Gujarat News
Breaking News
Lifestyle

ચહેરા પર કરો છો ‘બરફના પાણી’નો ઉપયોગ? પહેલાં જાણી લો તેના નુકશાન, નહીંતર થઈ શકે છે આવી મુશ્કેલીઓ

Ice Water Facial: સ્કીનને બ્યુટીફુલ અને ગ્લોઇન્ગ બનાવવા માટે લોકો શું નથી કરતા. કેટલાક વિવિધ પ્રકારની પેસ્ટનો ઉપયોગ કરે છે અને કેટલાક બરફના પાણીના નુસ્ખા અજમાવતા હોય છે. જેમ જેમ ઉનાળો આવ્યો છે, ઘણા લોકો ઠંડી વસ્તુઓ તરફ વળશે. કેટલાક લોકો ઉનાળામાં સ્કીનને સ્વસ્થ રાખવા માટે બરફનો ઉપયોગ પણ કરે છે, જેમ કે બરફ લગાવવો કે બરફના પાણીમાં મોં નાખવું. સ્કીન પર બરફના ઉપયોગને આઈસ વોટર ફેશિયલ કહેવામાં આવે છે.

આઈસ વોટર ફેશિયલ ચહેરા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આના ઉપયોગથી તમારી સ્કીન પૂલ રહે છે અને ચહેરા પર ગ્લો પણ દેખાય છે. આઈસ વોટર ફેશિયલ તમારી ત્વચામાંથી ટોક્સિન્સને દૂર કરે છે અને સ્ટ્રેસ પણ ઘટાડે છે. જો કે, ઘણી વખત ખોટી રીતે તેનો ઉપયોગ કરવાને કારણે, તે લાભ આપવાને બદલે ચહેરાની સ્કીનને નુકસાન પહોંચાડે છે. આઈસ વોટર ફેશિયલ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, નહીંતર આ ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આઈસ વોટર ફેશિયલના નુકસાન

1. સ્કિન ઈરિટેશન

બરફના પાણીનો ઉપયોગ કરતી વખતે, જો બરફના ટુકડા સીધા ચહેરા પર અથવા સ્કીન પર લગાવવામાં આવે તો તે બળતરા પેદા કરી શકે છે. તેથી આ સમસ્યાઓથી બચવા માટે હંમેશા રૂમાલ અથવા સુતરાઉ કપડામાં બરફનો ટુકડો બાંધીને ચહેરા પર લગાવો. ચહેરા પર બરફ લગાવ્યા બાદ તેને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો.

2. બેક્ટેરિયલ ઈન્ફેક્શનનું જોખમ

જો તમે ચહેરો ધોયા વિના ડાયરેક્ટ આઈસ વોટર ફેશિયલ કરો છો, તો આગલી વખતથી આવું કરવાનું ટાળો. કારણ કે તેનાથી તમારા ચહેરા પર બેક્ટેરિયલ ઈન્ફેક્શન થઈ શકે છે. ગંદા ચહેરા પર બરફ ઘસવાથી ચહેરા પર રહેલા બેક્ટેરિયા અને ગંદકી સ્કીનના છિદ્રોમાં પ્રવેશ કરે છે. જેના કારણે તમને સ્કિન ઈન્ફેક્શન થઈ શકે છે.

3. સેન્સેટિવ સ્કિન માટે નુકસાનકારક

જે લોકોની ત્વચા ખૂબ જ સેન્સેટિવ હોય છે તેમના માટે આઈસ વોટર ફેશિયલ નુકસાનકારક સાબિત થઈ શકે છે. સેન્સેટિવ સ્કિન ધરાવતા લોકોને આઇસ ક્યૂબથી સ્કીનની સમસ્યાઓ થઈ શકે છે. ડ્રાય સ્કિનવાળા લોકોને પણ રોજ બરફના પાણીથી ફેશિયલ કરવાથી બળતરાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

4. સ્કિનમાં બ્લડ ફ્લો થાય છે પ્રભાવિત

આઇસ વોટર ફેશિયલ સ્કીનમાં બ્લડ ફ્લોને પ્રભાવિત કરી શકે છે. આ જ કારણ છે કે આઇસ વોટર ફેશિયલ કરતી વખતે આ મહત્ત્વપૂર્ણ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો તમને પહેલાથી જ સ્કીન સંબંધિત કોઈ સમસ્યા અથવા રોગ છે, તો ડોક્ટરની સલાહ લીધા વિના આઈસ વોટર ફેશિયલ કરવાનું ટાળો.

संबंधित पोस्ट

માથા પર આવી ગયા છે પીમ્પલ્સ તો ટેન્શન ન લેતા, આ ઘરગથ્થુ ઉપચાર આવશે કામ:ચહેરો કરશે ગ્લો

Vande Gujarat News

હોન્ડા સૌથી વધુ પ્રીમિયમ બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં, KTMને આપશે કોમ્પિટિશન

Vande Gujarat News

કળિયુગના દાનવીર કર્ણ બન્યા ડૉ અરવિંદ ગોયલ, જીવનભરની કમાણી 600 કરોડ રૂપિયા ગરીબોને દાનમાં આપી દીધી

Vande Gujarat News

ट्रंप, बाइडेन समेत दुनियाभर के नेताओं ने दी दिवाली की बधाई, पढ़ें क्या कहा… डोनाल्‍ड ट्रंप ने ट्विटर पर एक फोटो साझा की है जिसमें वह भारतीयों के साथ दिवाली मनाते नजर आ रहे हैं. अमेरिकी राष्ट्रपति डोनाल्ड ट्रंप ने व्हाइट हाउस में दीप जलाते हुए टि्वटर पर फोटो साझा की है. वहीं, अमेरिकी विदेश मंत्री माइक पोम्पिओ और विदेश विभाग ने भी दिवाली के अवसर पर शुभकामनाएं दी है.

Vande Gujarat News

નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને, કુલ 33.70 લાખથી પણ વધુની સહાય ચૂકવાઇ

Vande Gujarat News

14 કરોડના ખર્ચે ગોરા ઘાટે શરૂ કરેલી નર્મદા મહાઆરતી બંધ કરતા શ્રધ્ધાળુઓમાં રોષ 

Vande Gujarat News