Vande Gujarat News
Breaking News
Lifestyle

ઉનાળા સ્પેશિયલ રેસિપી / ગરમીમાં ઠંડા થવા ખાઓ કેસર પિસ્તાની કુલ્ફી, આ સરળ રીતે ઘરે જ બનાવો

ઉનાળાની ઋતુમાં સૌને કશું ઠંડુ ખાવાની ઈચ્છા થાય છે. ત્યારે આઈસ્ક્રીમ કે કુલ્ફી ખાવાની મજા જ કંઈક અનેરી જ હોય છે. તો રાહ શું જુઓ છો. આજે અમે તમને જણાવીશું ઘરે જ કેસર પિસ્તા કુલ્ફી બનાવવાની રીત, આ રીતે કુલ્ફી બનાવીને ઘરે જ પરિવાર સાથે આ વાનગીની મજા માણો.

સામગ્રી 

  • 1/2 લિટર ફુલ ક્રીમ દૂધ
  • 1/2 કપ સમારેલા પિસ્તા
  • 2 ચમચી દૂધ
  • 1/2 કપ ખાંડ
  • 10 સેર કેસર
  • 1/2 ચમચી લીલી એલચી પાવડર

રીત 

એક પેનમાં ફુલ ક્રીમ દૂધ રેડો અને ઉકળવા દો, લગભગ 25-30 મિનિટ સુધી ઉકળવા દો. હવે કેસરને 2 ચમચી ગરમ દૂધમાં પલાળી દો. હવે દૂધમાં ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી દો, દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને ચઢવા દો. પછી તેમાં પિસ્તા, એલચી પાવડર અને પલાળેલું કેસર દૂધ ઉમેરો. બધું બરાબર મિક્સ કરો અને ફરીથી 5 મિનિટ ઉકળવા દો. ગેસની ફ્લેમ બંધ કરી દો અને થોડીવાર માટે દૂધને ઠંડુ થવા દો. જ્યારે આ મિશ્રણ સારી રીતે ઘટ્ટ થઈ જાય, ત્યારે તેને કુલ્ફીના મોલ્ડમાં રેડી દો. તેને ઓછામાં ઓછા 4-5 કલાક માટે ફ્રીઝ કરો. કુલ્ફીના મોલ્ડની અંદર લાકડાની લાકડી નાખો અને કુલ્ફીને બહાર કાઢો. તેના પર ઝીણા સમારેલા પિસ્તા અને કેસર નાખો. તૈયાર છે તમારી કેસર પિસ્તા કુલ્ફી.

संबंधित पोस्ट

ઓગસ્ટ મહિનામાં 13 દિવસ બેંક બંધ રહેશે, વાંચી લો રજાઓની યાદી બાકી થશે ધક્કો

Vande Gujarat News

લાઈફસ્ટાઈલ / નોન વેજ જ નહીં, આ 5 શાકાહારી ખોરાક આરોગીને પણ દૂર કરી શકો છો ઓમેગા 3ની ઉણપ

Admin

રેસિપી / ભૂલી જાઓ બટેટા-કોબીના પરાઠા, શિયાળામાં બનાવો ગરમાગરમ વટાણાના પરાઠા

Vande Gujarat News

કામનું / સફેદ વાળને નેચરલ બ્લેક કરી દેશે નારિયેળ તેલ, તેમાં 2 વસ્તુ કરી લો મિક્સ

Admin

ભરૂચના કેન્ડીડ સ્ટુડિયોના યુવાનોએ નવરાત્રીનું મહત્વ સમજાવવા ભરૂચમાં જ વિવિધ સ્થળોએ માતાજીના 9 સ્વરૂપને અવતર્યા

Vande Gujarat News

Govt notifies Covid-19 as disaster; announces Rs 4 lakh ex-gratia for deaths

Admin