Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsDharmSocial

ભરૂચ ના ચાવજ ગામે આવતીકાલ 22 માર્ચથી શરૂ થતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની તડામાર તૈયારીઓને હવે આખરી અપાયો

  • આવતીકાલ તારીખ 22 માર્ચ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા નો પ્રારંભ
  • બપોરે ૧૨ વાગ્યે પોઠી યાત્રા ચાવજ ખોડીયાર નગર થી નીકળી ચાવજ ગામના બસ સ્ટોપ પાસે કથાસ્થળ પર પહોંચશે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સાધુ સંતો જોડાશે
  • ભરૂચમાં પહેલીવાર યોજનાર જીગ્નેશ દાદા ની ભાગવત કથામાં હજારોની સંખ્યામાં લોકો કથાનો લાભ લેશે

ભરૂચની પાવન સલીલામ મા નર્મદા નદીના કિનારે વસેલા ચાવજ ગામ ખાતે આવતીકાલે 22 માર્ચથી 28 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન મેર પરિવારના તોગાભાઇ નાથાભાઈ . ભાનુભાઈ તોગાભાઈ જીવનભાઈ અને કિશનભાઇ દ્વારા કથાનું ભવ્ય આયોજન કરાયું છે જે કથા નો આવતીકાલથી પ્રારંભ થશે.

વ્યાસપીઠ પરથી કથાનું સુંદર રસપાન જીગ્નેશ દાદા ( રાધે રાધે ) કરાવશે કથાના પાવનકારી પ્રસંગોમાં 22 માર્ચ એટલે કે આવતીકાલથી કથાના પ્રારંભ સાથે જ બપોરના પોઠીયાત્રા તેમજ સંતોનું સામૈયુ નીકળશે જેમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના સંતો મહંત ઉપસ્થિત રહેશે અને બપોરે ત્રણથી સાત કલાક ચાલનારી કથા જ્ઞાનયજ્ઞમાં નરસિંહ પ્રાગટ્ય વામન રામ અને કૃષ્ણ જન્મોત્સવ ગોવર્ધન લીલા કૃષ્ણ સુલક્ષ્મી વિવાહ અને છેલ્લા દિવસે સુદામા ચારિત્ર સાથે કથા નું સમર્પણ થશે

આ કથામાં 24 મી માર્ચ એ રાત્રે 9:00 કલાકે બીજું બારોટ અને પોપટભાઈ માલધારી દ્વારા ડાયરો અને લોકગીતો ની રમઝટ બોલાવશે જ્યારે 27 માર્ચે રાત્રે 9:00 વાગે કલાકારો રસમીતા બેન રબારી અને પરેશદાન ગઢવી તેઓના કાર્યક્રમ રજૂ કરશે છે.

હાલ તો કથા ને લઈ મેર પરિવાર અને ભરૂચ જિલ્લા માલધારી સમાજના આગેવાનો દ્વારા સમગ્ર કાર્યક્રમમાં મગ્ન બન્યા છે આ કથામાં સમગ્ર ભરૂચ જિલ્લા માંથી મોટી સંખ્યામાં લોકો કથાનો લાભ લઇ તેવી મેર પરિવાર દ્વારા નિમંત્રણ પાથાવામાં આવ્યું છે આ કથામાં ખૂબ જ મોટી સંખ્યામાં સમગ્ર ભરૂચ જિલ્લાના માલધારી સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહેશે

संबंधित पोस्ट

ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના  જનસંપર્ક કાર્યાલયનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

Admin

શરદ પૂર્ણિમાએ ભરૂચમાં રણછોડજી મંદિર પાસે આવેલી દીપમાળાને લાઈટિંગ કરીને જગમગાટ કરવામાં આવશે

Vande Gujarat News

ભોપાલથી દંડવત સાથે વૃદ્ધે નર્મદા પરિક્રમા શરૂ કરી 4 વર્ષમાં 3798 કિમીનું અંતર કાપીને પૂર્ણ કરશે, અત્યાર સુધી 600 કિમી દંડવત પરિક્રમા કરી અંકલેશ્વરમાં આગમન

Vande Gujarat News

ભરૂચ જિલ્લા કોંગ્રેસના ગઢમાં ગાબડું સુવા ગામના ૧૫૦ જેટલા આગેવાનો અને કાર્યકરો ભાજપમાં જોડાયા

Vande Gujarat News

તુર્કીમાં 7નો પ્રચંડ ભૂકંપ : 18 નાં મોત, 400 થી વધુ ઘાયલ – એજિયન સમુદ્રના પેટાળમાં 16 કિલોમીટર નીચે ભૂકંપનું એપી સેન્ટર

Vande Gujarat News

પિતાની ચિતાને અગ્નિદાહ આપી પુત્રીએ પિતાની અંતિમ ઇચ્છા પૂર્ણ કરી

Vande Gujarat News