



ભરૂચ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જે. એસ. દુલેરાના અધ્યક્ષસ્થાને પીસી-પીએનડીટી એડવાઇઝરી કમિટિની મિંટીગ આરોગ્ય શાખાની કચેરી ખાતે યોજાઈ હતી.
આ મિટીંગમાં પીસી પીએનડીટી એક્ટ હેઠળ ડીસેમ્બર – ૨૦૨૨ થી ફેબ્રુઆરી – ૨૦૨૩ સુધીમાં હોસ્પિટલના ઈન્સ્પેક્શન કરાયા તેની ચર્ચા કરાઈ હતી. તે સાથે જન્મ – જાતિ પ્રમાણદર અને પીસી પીએનડીટી એક્ટને ઘનિષ્ઠ બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. ચેરપર્સન શ્રીમતી વાસંતીબેન દિવાનજી અને એડવાઈઝરી કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.