



નેત્રંગ વાણિજ્ય અને વિનિયન કોલેજ અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સંયુકત ઉપક્રમે અંગ્રેજી વિભાગ દ્વારા “India’s Presidency Of G-20: Prospects and Promises” વિષય ઉપર રાષ્ટ્રીયકક્ષાનો સેમીનાર યોજાઈ હતો. અંગ્રેજી વિભાગના અધ્યક્ષશ્રી ડો. આદેશ પાલના સબળ નેતૂત્વ હેઠળ સેમીનારનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમીનાર અંગ્રેજી વિભાગના પૂર્વ વિદ્યાર્થી સંગઠન દ્વારા સંકલીત કરાયો હતો.
સેમીનારમાં નેશનલ કક્ષાએથી આવેલ સંશોધકોએ તેમના સંશોધન પેપર રજૂ કર્યા હતા. ડૉ. આદેશ પાલે ભારતની આ અધ્યક્ષતાને વિશ્વ સમક્ષ ભારતની આગવી ઓળખ ઊભી કરવાની તક ગણાવી હતી. તેમણે આ સમિટ માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્ર વિકાસના વિઝનને બિરદાવ્યુ હતું.
આ સેમિનારમાં ડો. ભૂપેંદ્ર ચૌધરીએ G-20ના પડકારો જેવા કે જેવાકે રશિયા – યુક્રેન વચ્ચેના યુદ્ધની વિશ્વના અર્થતંત્ર ઉપર અસર, ચીન તરફથી ઉભા થતા પડકારો, ચીન-અમેરીકાના સબંધો, કોવિડ પછીના વિશ્વની પરિસ્થિતિ અને તેમાંથી ઉભરવા માટેની પદ્ધતી, પર્યાવરણના પ્રશ્નો વિશે વાત કરી હતી.
ડો. સ્ટારપાયલ એન.ઐયરે G-20 ભારતીય લોકોના જીવનમાં ઘણા બદલાવ લાવી શકે છે એવી આશા વ્યકત કરી હતી. સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગના ડૉ. જસવંત રાઠોડે G-20 ભારતનુ પ્રદાન અને G-20 નો ભારતીય શિક્ષણવ્યવસ્થા ઉપર G-20 કેવી રીતે પ્રભાવ પાડી શકે છે તેની રજૂઆત કરી હતી.
ડો. મનોહર પી. રામા એ G-20 વિશેના આ સેમીનાર નો દરેક વ્યક્તિને મદદ કરવાથી ખુશી મળે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. ડો. રાજુલબેન દેસાઈ એ માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેંદ્ર મોદીજીના વિકસીત ભારતના સપનાઓ અને G-20 ધ્યેયો વિશે જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અને આયોજનમાં ડો. તપસ ચક્રવર્તી, ડો.. શીતલ ચૌધરી , પ્રો. યોગેશ પરમાર અને અંગેજી અનુસ્નાતક વિભાગના વિધ્યાર્થીઓ એ જહેમત ઉઠાવી હતી.
સેમીનારમાં એશીયન અમેરીકન હોટેલ ઓર્નસ એસોસિયેશનના પૂર્વ ચેરમેન ડો. મનોહર પી. રામા, સાઉથ એશીયા સ્ટડીઝ સેન્ટરના પૂર્વ નિયામક ડો. કરોરી સિંહ, નેશનલ કમીશન ફોર વિમેનના પૂર્વસદસ્ય અને પાટણના જાણિતા સામાજિક કાર્યકર ડો. રાજુલબેન દેસાઈ જેવા મહાનુભાવો એ હાજર રહી પ્રેરક વક્તવ્યો આપ્યા હતા.