Vande Gujarat News
Breaking News
Business

અદાણી પછી હવે કોનો વારો? હિંડનબર્ગ રિસર્ચની મોટી જાહેરાત, આવી રહ્યો છે વધુ એક રિપોર્ટ

હિંડનબર્ગ રિસર્ચ અને 24 જાન્યુઆરીની તારીખ અદાણી ગ્રુપ કદાચ જ ભૂલી શકશે. હવે હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર એક નવા ટ્વીટથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. આ શોર્ટ સેલિંગ કંપનીએ ટ્વીટ કરીને ટૂંક સમયમાં વધુ એક નવો રિપોર્ટ રજૂ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ ટ્વીટ કર્યું છે કે ‘નવો રિપોર્ટ ટૂંક સમયમાં આવશે – વધુ એક મોટો ખુલાસો થશે’. જો કે આ રિપોર્ટમાં કઇ કંપની ટાર્ગેટ હશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ ખુલાસો કર્યો નથી.

નેટ એન્ડરસન દ્વારા સંચાલિત આ ફર્મે આ વર્ષે જાન્યુઆરીમાં અબજોપતિ ગૌતમ અદાણીના જૂથ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. જે બાદ લગભગ પાંચ સપ્તાહમાં આ જાયન્ટ ગ્રૂપની માર્કેટ વેલ્યુમાં 150 અબજથી વધુનો ઘટાડો થયો છે. આ સાથે, જૂથની વિશ્વસનીયતા અને ભવિષ્ય પર સવાલ લાગી ગયો છે. ટ્વીટ આવ્યા બાદ લોકો ઈચ્છી રહ્યા છે કે વધુ એક વાર વખત કોઈ ભારતીય કંપની તેના નિશાના પર ન આવે.

શું હવે ચાઈનીઝ કંપનીનો વારો છે

અમેરિકન ફર્મ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા તેની જાહેરાત કર્યા બાદ તરત જ તે ટ્વિટર યુઝર્સમાં ચર્ચાનો વિષય બની ગયો છે. લોકો પૂછી રહ્યા છે કે શું અદાણી પછી અન્ય ભારતીય કંપનીઓને નિશાન બનાવવામાં આવશે. કેટલાક યુઝર્સે જણાવ્યું કે તેઓને અપેક્ષા છે કે આ વખતે યુએસ બેંકિંગ સિસ્ટમ અથવા ચાઇનીઝ કંપની વિશે અહેવાલ પ્રકાશિત કરશે.

संबंधित पोस्ट

ખેડૂત ઉત્પાદક સંઘો બન્યા બાદ ગુજરાતના ખેડૂતોને મળશે 3 મોટા લાભ, જાણો સાબરકાંઠામાં PM મોદીએ શું કહ્યું

Vande Gujarat News

બેન્ક ઓફ બરોડાએ જમા-ઉપાડ પર ચાર્જનો નિર્ણય પાછો ખેંચવો પડયો – માસિક ત્રણથી વધુ વખતના જમા-ઉપાડ પર ચાર્જના નિર્ણયથી હોબાળો

Vande Gujarat News

એપ્રિલમાં બેંકોમાં બંપર રજાઓ: 15 દિવસ બંધ રહેશે, અત્યારથી જ પતાવી લેજો જરૂરી કામ

Admin

શેર માર્કેટ કોસિંગ: બજાર ત્રણ દિવસ સુધી ઘટતું રહ્યું; સેન્સેક્સ 847 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પણ ઉછળ્યો

Admin

PPF Schemeમાં રૂપિયા રોકનારા ધ્યાન આપે: સરકારે નિયમોમાં કર્યા મોટા ફેરફાર! જાણો ક્યારે ઉપાડી શકો છો રૂપિયા?

Admin

राशिफल 24 जुलाई: इन 5 राशिवालों के आज पूरे होंगे अटके काम, सुधरेगी आर्थिक स्थिति

Admin