



કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ભારત સરકારના શિલ્પ અને હસ્તકલા મંત્રાલય દ્વારા એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દીવના ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, રવિ.વી.ચૌધરી (સહાયક નિર્દેશક હસ્ત શિલ્પ સેવા કેન્દ્ર) તેમજ ઉદ્યમી સરકારી મંડળીની મહિલાઓ હાજર રહ્યી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રાએ દીવની મહિલાઓ હસ્તકલા ક્ષેત્રે આગળ વધે અને દીવમાં પણ તેઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડવા જણાવ્યું હતું. આ સેમિનારમાં સહાયક નિર્દેશકે હસ્તકલા તથા મહિલાઓના સશકિતકરણ વિશે માહિતી આપી હતી. તેમજ પ્રોજેક્ટર દ્વારા વિવિધ હસ્તકલાઓની જાણકારી તથા જે મહિલાઓ હસ્તકલા ક્ષેત્રે ઉમદા કામ કરે છે તેમની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. હસ્તકલાના મહત્ત્વ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત હસ્તકલા ક્ષેત્રે ભારત સરકારની વિવિધ યોજનાઓનું માર્ગદર્શન અપાયું હતું. આ સેમિનારમાં 110 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો. તેમને હસ્તકલા કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ મોટી સંખ્યા માં હાજર રહ્યા હતી અને હસ્ત કલા વિસે માહિત ગાર કરેલ હતા