



WhatsApp વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. તમે આ પ્લેટફોર્મનો ઉપયોગ ત્રણેય પ્લેટફોર્મ વિન્ડોઝ, એન્ડ્રોઇડ અને iOS પર કરી શકો છો. વિન્ડોઝ યુઝર્સ લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા કે તેમને વોટ્સએપ પર કોલ કરવાનો ઓપ્શન મળતો નથી.
એન્ડ્રોઈડ અને આઈઓએસ પર યુઝર્સને વોઈસ અને વીડિયો કોલિંગનો ઓપ્શન મળે છે. પરંતુ અત્યાર સુધી આ વિકલ્પ વોટ્સએપ વેબ કે વોટ્સએપની વિન્ડોઝ એપ પર ઉપલબ્ધ ન હતો. Meta એ તેનું નવું વર્ઝન લોન્ચ કર્યું છે, જેમાં યુઝર્સને Windows પર પણ WhatsApp કૉલિંગનું ફિચર મળશે.
વોટ્સએપની નવી એપ લોન્ચ
આ ફીચરની મદદથી યુઝર્સ ગ્રુપ વીડિયો કોલમાં 8 લોકોને એડ કરી શકે છે. આ સિવાય યુઝર્સને નવી એપમાં 32 લોકો સાથે ડેસ્કટોપથી ઓડિયો કોલ કરવાનું ફિચર મળશે. એટલે કે હવે યુઝર્સ ડેસ્કટોપ કે લેપટોપ પર વોટ્સએપ એપનો ઉપયોગ કરીને ઓડિયો અને વિડિયો કોલિંગ કરી શકે છે, પરંતુ તમને અત્યારે વેબ વર્ઝન પર આ ફીચર નહીં મળે.
આ ફીચર વિશે માહિતી આપતા માર્ક ઝકરબર્ગે લખ્યું, ‘Windows માટે એક નવી WhatsApp એપ લૉન્ચ કરી રહ્યાં છીએ. હવે તમે આ એપની મદદથી 8 લોકોને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ વીડિયો કોલ અને 32 લોકોને ઓડિયો કોલ કરી શકો છો.
ફોન કરવા સિવાય શું ફાયદો થશે?
વોટ્સએપની માલિકી હવે મેટા પાસે છે. મેટા અનુસાર, હવે WhatsApp ડેસ્કટોપ પર પહેલા કરતા વધુ ઝડપથી લોડ થશે. નવી એપ્લિકેશન એવા ઇન્ટરફેસ પર બનાવવામાં આવી છે જે Windows અને WhatsApp યુઝર્સ માટે ફેમિલિયર છે.
મેટાએ જણાવ્યું હતું કે, ‘નવી મલ્ટી-ડિવાઈસ ક્ષમતા રજૂ કરતી વખતે, અમે યુઝર ફીડબેક સાંભળ્યા છે અને તેના લોડિંગને ઝડપી બનાવવા ફેરફારો કર્યા છે. નવી એપમાં ડિવાઇસનું વધુ સારું સિન્ક્રોનાઇઝેશન, લિંક પ્રીવ્યુ અને સ્ટિકર્સ જેવા નવા ફિચર્સ પણ ઉપલબ્ધ થશે.
મેટા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપનીએ જણાવ્યું હતું કે તે સમય સાથે તેની લિમિટેશનને આગળ ધપાવવાનું ચાલુ રાખશે, જેથી યુઝર્સ હંમેશા તેમના મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહી શકશે.