Vande Gujarat News
Breaking News
Health

સાવધાન / ડાયપર બાળકોને કરી શકે છે બિમાર, માતાઓ હંમેશા કરે છે આ ભૂલો

Baby Diaper: આજકાલ બજારમાં બાળકો માટે વિવિધ પ્રકારના ડાયપર ઉપલબ્ધ છે. જેના કારણે માતાઓ માટે અનેક પ્રકારની મુશ્કેલીઓ સરળ બની ગઈ છે. પહેલાના જમાનામાં બાળક જેટલી વખત પોટી કરતું, માતાના હાથ આખો દિવસ પાણીમાં જ રહેતા. આજની માતા બાળકને ડાયપર પહેરાવીને શાંતિથી સૂઈ શકે છે. નેપી પહેરીને બાળકને બહાર લઈ જવાનું ખૂબ જ અનુકૂળ થઈ ગયું છે. પરંતુ સૌથી મહત્ત્વની બાબત એ છે કે તમે બાળકને કેવી રીતે ડાયપર પહેરાવો છો. કારણ કે, તેને પહેરાવવાની ખોટી રીત પણ તમારા બાળકને બીમાર કરી શકે છે.

પહેલાના સમયમાં નાના બાળકોને નેપ્પી પહેરાવવામાં આવતી હતી. તેનો આકાર ત્રિકોણાકાર હતો. હજુ પણ કેટલીક જગ્યાએ આવું જ છે. તે સુતરાઉ કાપડથી બનેલું હોય છે.જ્યારે બાળક તેના પર પોટી કરે છે, ત્યારે તેને સાફ કરીને ફરીથી ઉપયોગમાં લેવાતું હતું. જો કે, આ સુતરાઉ કપડાની નેપ્પી એટલી કોમળ હોતી હતી કે તેમાંથી પેશાબ અને મળ બહાર નીકળતા હતા.

આજની મમ્મીઓ ડાયપર પહેરાવતા સમયે કરે છે આ ભૂલ

  • અત્યારે બાળકોને ઘણા કલાકો સુધી ડાયપર પહેરાવવામાં આવે છે એ સામાન્ય વાત થઈ ગઈ છે.
  • ડાયપર ભરાઈ જાય પછી જ તેને હટાવવું
  • 2-3 વર્ષના બાળકને પણ ડાયપર પહેરાવવું
  • જો બાળકે ડાયપરમાં પોટી કરી દીધી છે તો તરત સાફ ના કરવું
  • ડાયપરમાં જો કોઈ બાળકે પોટી અથવા પેશાબ કરી દીધું છે, તો તેને પાણીથી ધોયા પછી અથવા બાળક નાનો છે તો કોટનથી સાફ કરીને જ ડાયપર પહેરાવવું
  • નેપ્પી પહેરાવતા પહેલાં યાદથી તેલ અથવા મોઇશ્ચરાઈઝર લગાવવું જોઈએ

રેગ્યુલર ડાયપર પહેરાવવાના કારણે બાળકોને થતા રોગો

  • સામાન્ય રીતે નાની બાળકીઓને હંમેશા ડાયપર પહેરાવવાથી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. ડાયપરમાં જ પેશાબ અથવા પોટી કરી લેવા અને અમુક સમય સુધી આમ જ રહેવા પર એસિડિક અને એલ્કેલાઈનવાળા બેક્ટેરિયા મળી જાય છે અને ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે.
  • હંમેશા ડાયપરના ઉપયોગથી બાળકના એ જગ્યાની સ્કીન ધીમે-ધીમે ખરાબ થવા લાગે છે.
  • વધારે સમય સુધી બાળકોને ડાયપર પહેરાવીને રાખવાથી રેશિઝ એટલા વધારે થઈ જાય હોય છે કે ડોક્ટરોની સલાહ લેવી પડે છે.
  • ડાયપર પહેરાવવાના કારણે બાળકને અનકમ્ફર્ટેબલ લાગે છે અને ખૂબ જ રડે છે અને રડતો જ રહે છે.
  • વધારે સમય સુધી ડાયપર પહેરતા બાળકો પેશાબ-પોટીના સંકેત આપવાનું મોડેથી શીખે છે.

ડાયપર પહેરાવતા સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

  • ખૂબ જ નાના એટલે કે નવજાત શિશુને જ ડાયપર પહેરાવો. કારણ કે નવજાત શિશુ જ અનેક વખતે પેશાબ અથવા પોટી કરે છે.
  • બાળક જ્યારે પણ 2-3 પેશાબ કરી લે તો ડાયપર બદલી દો. કારણ કે ડાયપર ભરવાના કારણે બાળકને ઈન્ફેક્શન થઈ શકે છે.
  • જો બાળકે ડાયપરમાં પોટી કરી દીધી છે, તો તરત તેને બદલી દો અને તરત પાણીથી ધોવો.
  • 24 કલાકથી વધુ સમય ડાયપર ના પહેરાવો, બાળકોને ખુલ્લા પણ રહેવા દો.

संबंधित पोस्ट

चीन की लापरवाही दुनिया को पड़ी भारी! वैज्ञानिकों ने मानी चमगादड़ों के काटने की बात

Vande Gujarat News

તબીબોની હડતાળને પગલે અમદાવાદમાં મૂલતવી રાખેલા ઓપરેશન મામલે હાઈકોર્ટે કર્યો આ સવાલ

Vande Gujarat News

હાર્ટ એટેકથી બચવા ખાઓ આ 4 વસ્તુઓ, આધેડ વયમાં પણ નહીં થાય હૃદયની બીમારી

Admin

Pranayama Mistakes: પ્રાણાયામ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, તબિયત બગડી શકે છે

Admin

રોટરી ક્લબ દ્વારા અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં 14 લાખના વેન્ટિલેટરનું દાન કરવામાં આવ્યું

Vande Gujarat News

Cholesterol Symptoms: કોલેસ્ટ્રોલનો છૂપો એટેક, આ 4 સંકેતોને અવગણશો નહીં; અન્યથા તમે પાછળથી પસ્તાશો

Admin