Vande Gujarat News
Breaking News
Bollywood

લગ જા ગલેના કલાકારો એપ્રિલ ફૂલના દિવસ વિશે ભાવુક બન્યા

દર વર્ષે 1લી એપ્રિલના રોજ સમગ્ર વિશ્વના લોકો તેની આસપાસના લોકો એપ્રિલ ફૂલની વાર્ષિક પરંપરાને અનુસરે છે. આ દિવસે લોકો તેના પરિવાર અને મિત્રો પર જોક્સને અમલ બનાવે છે. તે લોકોમાં નિર્દોષ ટીખળોનું આયોજન કરીને આનંદ અને સ્મિત ફેલાવે છે. આ બધા જ સારા જૂના દિવસનો યાદ કરતા ઝી ટીવીના કલાકારો, લગ જા ગલેનો નમિક પૌલ, મૈત્રીનો નમિષ તનેજા અને મૈં હું અપરાજિતાનો માનવ ગોહિલ તેમની મસ્તીની વાતો અને આ આ દિવસની સાથેની તેની યાદોં વિશે વાત કરે છે.

નમિક પૌલ, જે ઝી ટીવીના લગ જા ગલેમાં શિવનું પાત્ર કરી રહ્યો છે, તે કહે છે, “એપ્રિલ ફૂલના દિવસએ બાળપણથી જ મને ખૂબ જ ગમે છે. મારા ઘરમાં બધાને એવું લાગે છે કે, હું ખૂબ જ મસ્તીખોર છું, કેમકે હું મારા ભાઈ-બહેનને હંમેશા મુશ્કેલીમાં મુકતો હતો. શાળામાં પણ શિક્ષકો પણ મારા તોફાનો વિશે હંમેશા મારી માતાને ફરિયાદ કરતા હતા. મને લાગે છે કે, એક મસ્તીખોરએ હંમેશા મસ્તીખોર બની રહે છે, એપ્રિલ ફૂલએ દિવસને વધુ મસ્તી અને ઉન્માદથી ભરી દેવાનું એક બહાનું છે. આ વર્ષે પણ મેં સેટ પર બધાની સાથે મસ્તી કરવા માટે કંઈક વિચાર્યું છે, અને આશા રાખું છું કે, બધાને ખૂબ જ મજા આવશે.”
માનવ ગોહિલ, જે ઝી ટીવીના મૈં હું અપરાજિતામાં અક્ષયનું પાત્ર કરી રહ્યો છે તે કહે છે, “એપ્રિલ ફૂલના દિવસની સાથે મારી ઘણી બાળપણની યાદોં જોડાયેલી છે, કેમકે આ દિવસ મારા માટે હંમેશા મજાનો રહ્યો છે. મને યાદ છે, એક દિવસ મેં મારા મિત્રને દૂરની એક રેસ્ટોરન્ટમાં પહોંચાડ્યો હતો કોઈને મળવા માટે અને હકિકતે તો, ત્યાં કોઈ ન હતું અને ત્યાં એક ચિઠ્ઠી મુકી દિધી હતી, જેમાં લખ્યું હતું, એપ્રિલ ફૂલ્સ ડે. આ વખતે, હું મારી રીલ લાઈફની દિકરીઓની સાથે મસ્તી કરવાનું વિચારી રહ્યો છું. મારું આયોજન ગુપ્ત રાખ્યું છે. મારી રીલ લાઈફની દિકરીઓની સાથે મારે મિત્ર જેવું બને છે અને અમે હવે સારા મિત્રો બની ગયા છીએ, સેટ પર અમારી વચ્ચે હંમેશા મસ્તી ચાલતી હોય છે. તેઓ પણ ખૂબ જ તોફાની છે તો, તેમની સાથે મસ્તી કરવાની વધુ મજા આવે છે. પણ હા 1લી એપ્રિલના મને ક્યારેય કોઈ મુર્ખ નથી બનાવી શક્યું, કેમકે એ સમયે હું મારી આસપાસના લોકોથી ખૂબ જ સચેત બની જાઉં છું.”
નમિષ તનેજા, જે ઝી ટીવીના મૈત્રીમાં આશિષનું પાત્ર કરી રહ્યો છે, તે કહે છે, “એપ્રિલ ફૂલએ એક એવો દિવસ છે, જ્યારે તમે કોઈના પર પણ જોક્સ કરી શકો છો અને પછી ‘એપ્રિલ ફૂલ્સ ડે’ કહીને ભાગી શકો છો. હું તેને ખરેખર માણું છું કે, કેમકે તે મને મારી તોફાની સાઇડને રજૂ કરવાનો તથા લોકોને હસાવવાનો મોકો આપે છે. બાળપણથી આજ સુધી હું મારા મિત્રો પર કેટલાક પ્રેક્ટિકલ જોક્સ કરું છું અને અમે જૂના દિવસોને યાદ કરીએ છીએ. પહેલા તો બધા ગુસ્સે થાય પછી સમજે કે, આ તો મસ્તી છે, તો તે પણ મજા લે છે. આ બધી બાબતમાં મારો ઇરાદો કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નથી, ફક્ત લોકોને હસાવવાનો જ ઇરાદો હોય છે.”

संबंधित पोस्ट

राशिफल 27 जुलाई: आज इन राशिवालों को रहना होगा सावधान, संभलकर करें निवेश

Admin

दांत हो रहे हैं खराब तो अब आपको घर बैठे डॉक्टर्स बताएंगे उपचार, बस करना होगा यह काम

Admin

ઓસ્કાર 2023 વિજેતા: RRRના નાટુ નાટુને ‘શ્રેષ્ઠ મૂળ ગીત’ માટે ઓસ્કાર મળ્યો

Admin

OTTમાં ફરઝીએ મચાવી ધૂમ, શાહિદ કપૂરની વેબ સિરીઝ છવાઈ, મિર્ઝાપુરથી વધુ જોવાઈ

Admin

દીપિકા પાદુકોણ એરપોર્ટ પહોંચી, પાપારાઝીએ પઠાણ ટ્રેલર વિશે પૂછ્યો આવો સવાલ….

Admin

Bollywood Stories: આ એક્ટરને જોઈને પ્રિયંકા ચોપરાને પરસેવો છૂટી ગયો! ચિંતા જોઈને બધા ચોંકી ગયા…