



રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા કનોરિયા કેમિકલ અંકલેશ્વર અને નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભરૂચના સહયોગથી જીતાલી ગામ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમા આંખના નિષ્ણાંત ડોકટરો દ્વારા દર્દીઓના આંખના નંબર તપાસ કરવામાં આવી હતી. જેમાં ૭૦ જેટલા દર્દીઓને ચશ્માની જરૂરિયાત હતી. જે દરેક દર્દીઓને રોટરી ક્લબ ભરૂચ ફેમિના દ્વારા તેમના નંબર મુજબના ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું.
પ્રમુખ મધુ સિંઘ, સેક્રેટરી મોસમ પારેખ, પબ્લિક ઇમેજ ચેર – ગ્રામ કલ્યાણ પ્રોજેક્ટ ચેર કીર્તિ જોશી, મેમ્બરશીપ ચેર ગીતાબેન પટેલ કનોડીયા કેમિકલ્સ ના એચ આર હેડ શ્રી આર.પી.સિંધ, નારાયણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર શ્રી બીપીન જોષી ની હાજરીમાં ચશ્મા વિતરણ કરવામાં આવ્યું.