



વિ.હિ.પ.ના શુકલતીર્થ પ્રખંડ દ્વારા શ્રી રામ જાનકી આશ્રમમાં હનુમાન જન્મોત્સવ નિમિતે હનુમાન ચાલીસા તથા મહા આરતી અને ભંડારાનું આયોજન કરાયું
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ભરૂચના શુકલતીર્થ પ્રખંડ દ્વારા કેબલ બ્રિજ પાસે આવેલ શ્રી રામ જાનકી આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવ નિમિત્તે હનુમાન ચાલીસા તથા મહા આરતી અને ભંડારા નો કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં ૩૦૦ જેટલા ભાવિક ભકતો એ હનુમાન જન્મોત્સવ ની ઉજવણી કરી .મંદિર ના અગ્રણી ઓ, ગુરુકુળના બાળકો, તથા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ભરૂચના શુકલતીર્થના સભ્યોએ હાજરી આપી હતી.