Vande Gujarat News
Breaking News
Gujarat

SOU પર PM મોદીના આગમન પેહલા 18 હજાર લોકોના થશે COVID ટેસ્ટ

PM મોદીએ 31 મી ઓક્ટોબર 2020 ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે.કોરોના મહામારીને પગલે મોદીના આગમન પેહલા સ્ટેચ્યુ ઓફ વિસ્તારને કોરોના ફ્રી કરવા તંત્ર દ્વારા આયોજન કરાયું છે.નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રાજપીપળા પાલિકાને સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારમાં સેનેટાઈઝેશન કરવા આદેશ કરાયો છે.31 મી ઓક્ટોબર 2020 ના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ત્યાં સુરક્ષા માટે પેરામિલીટરી, SPG, સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્ટાફ તથા VVIP મહેમાનો ઉપસ્થિત રહેવાના છે, તો આગામી 20/10/2020 થી 28/10/2020 સુધીમાં એ તમામ આશરે 18,000 લોકોના 2 થી 3 વખત RT PCR તથા રેપીટ એન્ટીજન કોવિડ ટેસ્ટ કરવાનું પણ આયોજન હાથ ધરાયુ છે.હવે આટલી મોટી સંખ્યામાં RT PCR ટેસ્ટ કરવા શક્ય ન હોવાથી એન્ટીજન ટેસ્ટ કરાશે, ફક્ત જરૂર જણાય એ જ વ્યક્તિનો RT PCR ટેસ્ટ કરવામાં આવશે.હવે આટલી મોટી સંખ્યામાં કોરોના ટેસ્ટ કરવાના હોવાથી એન્ટીજન ટેસ્ટ માટેની 5000 કીટ ઉપલબ્ધ કરાવવા નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગે રાજ્ય કક્ષાએ માંગણી કરી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ અને સેનેટાઈઝેશનની કામગીરી માટેની તિલકવાડા તાલુકાના નોડલ ઓફિસર તરીકે નર્મદા જિલ્લા લેપ્રસિ અધિકારી ડો.એન.સી.વેકરિયાની નિમણૂક કરાઈ છે.જ્યારે કેવડિયા ખાતે કોરોના ટેસ્ટિંગ અને સેનેટાઈઝેશનની કામગીરી માટેના નોડલ ઓફિસર તરીકે ડો.એસ.એ.આર્યની નિમણૂક કરાઈ છે.PM મોદીના આગમન પેહલા તમામનો કોરોના ટેસ્ટ તિલકવાડા એકલવ્ય મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવશે, તંત્રએ કોરોના ટેસ્ટિંગ માટે આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ નર્સ સહિત અન્ય આરોગ્ય કર્મીઓની 4 ટિમો બનાવી છે, પ્રત્યેક ટીમમાંં 6 આરોગ્ય કર્મચારીઓ હશે.જ્યારે સેમ્પલ મોકલવા માટેની અને સેનેટાઈઝિંગ માટેની એક-એક ટીમ મળી કુલ 6 ટિમો તથા કેવડિયા ખાતે કુલ 10 ટિમો મળી જિલ્લામાં કુલ 16 ટિમો સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને કોરોના ફ્રી ઝોન કરવાની કાર્યવાહી હાથ ધરશે.

संबंधित पोस्ट

ગળે ફાંસો ખાનાર પ્રેમીને ડૉક્ટર્સે મૃત જાહેર કરતાં પ્રેમિકાએ હોસ્પિટલમાંથી લગાવી મોતની છલાંગ, સુરતની દર્દનાક ઘટના

Vande Gujarat News

અમદાવાદ મ્યુનિ. કમિશનર મુકેશકુમાર, જાપાનની ઇન્ડિયન એમ્બેસીમાં ફરજ બજાવતા મોના ખંધાર સહિત 5 IASને અગ્રસચિવ પદે બઢતી અપાઈ

Vande Gujarat News

ગાંધીનગર: મહિલાઓને હથિયાર આપવાના મુદ્દા બાદ ગેનીબેન ઠાકોરે ગૃહમાં ઉઠાવ્યો આ મુદ્દો, જાણો શું કહ્યું?

Admin

પાળીયાદ થી પાલીતાણા ભાણગઢ ઘાંઘળીને જોડતો માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં

Vande Gujarat News

હર ઘર દસ્તક 2.0” અંતર્ગત ૪૦ દિવસમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના રસીકરણ

Vande Gujarat News

અમરેલીના લાઠી રામકથાની તૈયારીઓ આખરી તબક્કામાંછેલ્લાં છ માસથી કથાની તડામાર તૈયારીઓ કરે છે

Vande Gujarat News