Vande Gujarat News
Breaking News
Narmada (Rajpipla)

નર્મદા સુગર ફેક્ટરી માં ખેડૂત સહકાર પેનલ ને ગામડે ગામડે સારો પ્રતિસાદ

નર્મદા સુગરની ચૂંટણી આગામી 26મી ઓક્ટોબર ના રોજ યોજાનાર છે ત્યારે 15 બેઠકો માટે ચૂંટણી નો જંગ છેડાઈ ચુક્યો છે. જેમાં ખેડૂત પેનલ માટે ની 14 બેઠકો માટે સામસામે બે પેનલોના ઉમેવારો મેદાનમાં ઉતાર્યા છે જયારે બિન ઉત્પાદક ની બેઠકમાં 3 ઉમેદવારો છે આમ કુલ 31 ઉમેદવારો મેદાનમાં છે.નર્મદા સુગરની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી માં બે પેનલો ફરી સામસામે છે. જેમાં છેલ્લા 25 વર્ષ કરતાંય વધુ સમયથી નર્મદા સુગર નો વહીવટ કરતા અને સુગરને હરણફાળ દોડતી કરતા ઘનશ્યામ પટેલની સહકાર પેનલ ને ટ્રેક્ટર ચૂંટણી પ્રતીક ફાળવાયું છે. જયારે સામે સુનિલ પટેલ ની ખેડૂત સહકાર પેનલને ગન્ના કિશાનનું પ્રતીક ફળવાયું છે. હવે કોરોના મહામારી માં જાહેર સભા સરઘસ પર પ્રતિબંધ ફરમાવ્યું હોય ગામે ગામ અને ઘરે ઘરે બેઠકો નો દોર શરૂ થઇ ગયો છે. આ સાથે ગામેગામ ચૂંટણી પ્રચાર સાથે મતદારો ને પોતાની પેનલને મત આપવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. સહકારી અને પીઢ આગેવાન એવા ઘનશ્યામભાઈ પટેલ પાસે મોટાભાગની સહકારી સંસ્થાઓ છે જેને તેઓ તમની દ્વારા ચલાવી રહ્યા છે ત્યારે તાજેતરમાં ભરૂચ દુધધારા ડેરી માં પણ 14 બેઠકો બીન હરીફ અને 15મી બેઠક વિજેતા કરી ફરી સત્તા હાંસલ કરી છે ત્યારે ખેડૂતોનો તેમને મોટો સાથ સહકાર છે ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આમ બંને પેનલો વચ્ચે ચૂંટણી જંગ છેડાઈ ચુક્યો છે ત્યારે બંને પેનલો ના આગેવાનો જીતમાટે તનતોડ મહેનત કરી રહ્યા છે જોકે 25 વર્ષ કરતાંય વધુ સમયથી નર્મદા સુગર નો વહીવટ કરતા અને સુગરને હરણફાળ દોડતી કરતા ઘનશ્યામ પટેલની સહકાર પેનલ ને દરેક ગામ માં સારો પ્રતિસાદ મળી રહ્યો છે NMD ન્યુઝ સાથે સુગર ના ચેરમેન ઘનસ્યામ પટેલે વાત કરતા જણાવ્યું હતું કે નર્મદા અને ભરૂચ ના ખેડૂતો ને છેલ્લા 25 વર્ષ થી જે શેરડી ના ભાવો પણ મળતા ન હતા અને જે ચાલુ વર્ષે કોરોના મહામારી ને કારણે ખેડૂતો ને પોતાના ખેતર રહેલા પાક નો પોષણક્ષમ ભાવ પણ ન મળ્યો જેને કારણે ખેડૂતો ની હાલત કફોડી બની ત્યારે હાલ તમામ ખેડૂતો ના શેરડી ના પાકો ને પોષમક્ષમ ભાવો મળે એ માટે સુગર ફેક્ટરી તરફ થી તમામ કાળજી લેવામાં આવી રહી છે.

संबंधित पोस्ट

અમેરિકાની ખ્યાતનામ કંપની દ્વારા ભરૂચના મહાનુભાવોને એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા

Vande Gujarat News

સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય તો ખાસ વાંચજો આ અહેવાલ, નહીં તો આજે તમને પડી શકે છે ભારે

Vande Gujarat News

નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો) ની યોજાયેલી બેઠક.

Vande Gujarat News

Coronavirus pandemic: BCCI suspends all domestic tournaments including Irani Cup

Admin

ઘર ખર્ચની બચતમાંથી લીધેલા સોનાના દાગીનાની લૂંટ થઇ જતા લોકો ચિંતિત : 25 જણે ફોન રણકાવ્યાં

Vande Gujarat News

રાજપીપળા-વડોદરા ST બસમાંથી ઉતરીને અચાનક જ ડ્રાઇવર નર્મદા નદીમાં કૂદી પડ્યો, પાણીમાં તરી રહેલા ડ્રાઇવરનો વીડિયો વાઇરલ

Vande Gujarat News