માંડવી તાલુકા માં એક વાર ફરી દીપડા નો આતંક સામે આવ્યો છે,સાંજ ના સમયે આંગણ માં રમી રહેલી બાળકી પર હુમલો કરી બાળકી ને મોત ને ઘાટ ઉતારી દીધી હતી બાળકી નો મૃતદેહ થોડે દુર ખેતરમાંથી મળી આવ્યો હતો.વન વિભાગ એ દીપડા ને પકડવા પાંજરું ગોઠવવાની કામગીર હાથધરી. સુરત જીલ્લા ના માંડવી તાલુકાના મધરકુઈ ગામે મોડી સાંજે યોગેશ ભાઈ ગામીતની દીકરી આરવી ઘર બહાર પોતાના નાના ભાઈ સાથે રમી રહી હતી. ત્યારે અચાનક દીપડાએ આરવી પર હુમલો કરી દીધો હતો અને આરવી ને ગળા ના ભાગે થી પકડી ને ખેતર માં લઈ ગયો હતો.જોકે નાના ભાઈ એ બુમાબુમ કરતા ઘર પરિવાર ના લોકો દીપડા પાછળ દોડતા દીપડો આરવી ને મૂકી ને ખેતર માં ભાગી ગયો હતો.જોકે પરિવાર આરવી સુધી પહોચે ત્યાં સુધી આરવી નું મોત થઈ ચુક્યું હતું.ઘટના ની જાણ આ વિસ્તાર ના ધારાસભ્ય આનદ ચૌધરી ને થતા આનંદ ચોધરી ઘટના સ્થળે પહોચ્યા હતા અને સમગ્ર ઘટના ને વખોડી કાઢી હતી.સ્થાનિકો દ્વારા છેલ્લા એક સપ્તાહ થી વન વિભાગ ને જાણ કરવા છતાં વન વિભાગ દ્વારા પાંજરું નહિ ગોઠવામાં આવતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા.તેમજ વન વિભાગ દ્વારા જો દીપડા ને વહેલી તકે પકડવામાં નહી આવે તો દીપડા ને જાણ થી મારી નાખવાની ચીમકી પણ ધારાસભ્ય એ ઉચ્ચારી હતી.