Vande Gujarat News
Breaking News
Narmada (Rajpipla)

આદર્શ ગામની કામગીરીનો ગોરા ગામ નજીક આરંભ : તંત્રએ સેમ્પલ પૂરતું એક મકાન બનાવ્યું.

સરદાર સરોવર નર્મદા ડેમના નિર્માણ બાદ પણ એ વિસ્તારના 6 ગામના લોકો યોગ્ય વળતર અને સંપાદિત જમીનના બદલામાં જમીન અને ઘરના બદલામાં ઘરની અવાર નવાર માંગણીઓ કરી રહ્યા હતા.એ વિસ્તારના તમામ પાર્ટીના નેતાઓની સમજાવવાની લાખ કોશિશ છતાં તેઓ એકના બે થયા ન હતા અને જ્યારે જ્યારે PM મોદી અથવા CM રૂપાણીનો કાર્યક્રમ હોય ત્યારે મોટી સંખ્યામાં આદિવાસીઓ કાર્યક્રમના સ્થળે આંદોલન કરવા આવી પહોંચતા હતા.દરમ્યાન પોલીસ સાથે ઘર્ષણના બનાવો પણ બનતા હતા.સરકારે એ છ ગામના આદિવાસીઓ માટે એક વિશેસ પેકેજની પણ જાહેરાત કરી છે.એ પેકેજ પૈકીની એક માંગ આદર્શ ગામની કામગીરીનો ગોરા ગામ નજીક આરંભ કરવામાં આવ્યો છે.હાલમાં તો તંત્રએ સેમ્પલ પૂરતું એક મકાન બનાવ્યું છે. જો આદર્શ ગામની યોજના પૂર્ણ થશે તો એક મોટો પ્રશ્ન હલ થશે એમ લાગી રહ્યું છે.
ભૂતકાળ વાગોળીએ તો ગત વર્ષે હાઈકોર્ટમાં એ 6 ગામના લોકોએ PIL દાખલ કરી હતી. જેમાં મકાન બાંધકામ માટે લોકોએ 10 લાખ રૂપિયા માંગ્યા હતાં પણ નિગમના વકીલે કહ્યું હતું કે આ લોકોને મકાન બાંધકામ માટે 4 લાખ રૂપિયા આપવામાં આવશે, હાઇકોર્ટે 6 ગામના કેસમાં બહાર સમજુતી લાવવા માટે કહ્યું હતું અને ચુકાદો સ્થગિત રાખ્યો હતો. નિગમ પાસે જમીનનું વળતર આપ્યુ ના હોવાના પુરાવા હતા નહિ. જેથી બે ત્રણ મહિના પછી હાઈકોર્ટે PIL ફગાવી દઈ કહ્યું હતું કે PIL કરવામાં આદિવાસીઓએ નહિ પણ સર્વોદય મંડળ હતું જેમાં બ્રાહ્મણ પરિવારે જાહેર હિતની અરજી દાખલ કરી હતી. જેથી કોર્ટે કહ્યું કે ખેડૂતો જાતે જ કોર્ટમા આવે તો અમે કાયદાકીય રીતે સાંભળીશુ. પણ બાદમાં કોરોના વાઈરસના લીધે 6 ગામના આદિવાસીઓ કોર્ટમા જઈ શકયા ન હતા. જો કે એ દરમિયાન નર્મદા નિગમ દ્વારા એ વિસ્તારમાં ફેન્સિંગ વાડ ઊભી કરવામાં આવી હતી. બીજી બાજુ કોઈ આદીવાસી ખેડૂતો પોતાના ગામમાંથી વિસ્થાપિત થવા તૈયાર થયા ન હતા અને વારંવાર 6 ગામના લોકોનું સ્થાનિક પોલિસ સાથે ઘર્ષણ થયા જ કરતું હતું. વિવાદ થમવાની જગ્યાએ વધી રહ્યો હતો.આ તમામની વચ્ચે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 6 ગામના વિસ્થાપિત જમીનના આદિવાસીઓ માટે ગોરા નજીક સંપૂર્ણ સુવિધાથી સજ્જ આદર્શ ગામ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. નર્મદા નિગમની આ કામગીરી સામે અમુક લોકોમાં રોષ છે તો અમુક લોકો આ યોજના પ્રત્યે સંતુષ્ટ છે, સાથે સાથે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે 6 ગામના મોટે ભાગના આદિવાસીઓ ગોરા આદર્શ ગામની યોજના પ્રત્યે નર્મદા નિગમને પોતાનું સમર્થન આપ્યું નથી. જો આ યોજના પૂર્ણ થશે તો 6 ગામના આદિવાસીઓ ગોરા ખાતેના આદર્શ ગામમાં રહેવા જાય છે કે કેમ એ મોટો પ્રશ્ન છે. આદર્શ ગામમા રહેવા જવા મુદ્દે પણ આગામી સમયમા આદિવાસીઓ અને પોલિસ વચ્ચે ઘર્ષણ સર્જવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. 6 ગામને હટાવીને એક જ જગ્યાએ બધાને ઘર બનાવી આપી એક જ આદર્શ ગામ બની રહ્યું છે. સરકારની આ યોજના આદિવાસીઓ માન્ય રાખે છે કે કેમ એ તો સમય જ બતાવશે. પણ એક વાત નક્કી છે કે આદર્શ ગામથી એ વિસ્તારની કાયાપલટ જરૂર થશે.ગોરા પાર્કિંગની બાજુમાં બની રહેલું આ આદર્શ ગામ કુલ 21.29 હેકટર જમીનમાં બનશે. જેમાં કુલ 429 મકાનો હશે એક મકાન 1345.5 ચો ફૂટનું હશે.આદર્શ ગામમા બાળકોને ભણવા માટે પ્રાથમિક શાળા, આંગણવાડી, દવાખાનું, સાર્વજનિક ભવન, હવાડો, બાગ, બાળકોને રમવાની જગ્યા, ગટર શુદ્ધિકરણ પ્લાન્ટ, પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ, કોન્ક્રીટના રોડ, ભુગર્ભ ગટર યોજના, શેરીની બત્તી સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ હશે.

संबंधित पोस्ट

How can you eat bats and dogs’: Shoaib Akhtar ‘really angry’ over coronavirus outbreak

Admin

કેવડિયા ખાતે આરોગ્યવન, ધ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અને એકતા મોલનું લોકાર્પણ, કેવડિયા ફરવાનો ખર્ચ વ્યક્તિદીઠ રૂ.2920 જ્યારે બાળકોનો રૂ.920 થશે.

Vande Gujarat News

अच्छी खबर: 27 दिसंबर से फिर से बहाल होगी स्पाइसजेट सीप्लेन सेवा

Vande Gujarat News

સાગબારા તાલુકા સંગઠનના 29થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ પણ પક્ષમાંથી રાજીનામા આપ્યાં

Vande Gujarat News

વડાપ્રધાનશ્રી આજથી ગુજરાતની દ્વિદિવસીય મૂલાકાતે : સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪પમી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભાવાંજલિ આપશે, રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે

Vande Gujarat News

નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને, કુલ 33.70 લાખથી પણ વધુની સહાય ચૂકવાઇ

Vande Gujarat News