Vande Gujarat News
Breaking News
Narmada (Rajpipla)

નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો) ની યોજાયેલી બેઠક.

નર્મદા જીલ્લાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસના અધ્યક્ષપદે આજે રાજપીપળા કલેક્ટરાલયના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ (વાસ્મો) ની બેઠકમાં જીલ્લાના ૬૯ ગામોના કુલ ૬૧૫૦ ઘરોને આવરી લેતી ૧૩૧૬.૭૦ લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે.
જીલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યસ ચિવ અને વાસ્મોના કાર્યપાલક ઈજનેર વિનોદ પટેલ,પ્રાયોજના વહિવટદાર બી.કે.પટેલ,જીલ્લા આયોજન અધિકારી ડી.એમ.મકવાણા,પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર આર.એ.પટેલ,શિક્ષણ,સિંચાઈ વગેરે વિભાગો સહિતના વાસ્મોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયેલી ઉક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસે કેન્દ્ર સરકારના જલ જીવન મીશન અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ નલ સે જલ કાર્યક્રમ હેઠળ જીલ્લાની મંજૂર થયેલ યોજનાની વિસ્તૃત સમીક્ષા કરી હતી તથા ૧૦૦ ટકા નળ જોડાણનો લક્ષ્યાંક સિદ્ધ કરવા રજૂ થયેલા આયોજન મુજબ નિયત સમયાધિમાં કામગીરી પૂર્ણ થાય તે જોવાની પણ વ્યાસે હિમાયત કરી હતી.
આજે યોજાયેલી વાસ્મોની ઉક્ત બેઠકમાં ૧૩૧૬.૭૦ લાખના ખર્ચ મંજૂર થયેલી ૬૯ ગામોની પેય જળ યોજનામાં સાગબારા તાલુકાના ગોનઆંબા,નાના કાકડીઆંબા,કાકડપાડા,પીરમંડાલા,હોલીઆંબલી,ચટવાડા,ખડકુની,નાની પરોઢી,ખોચરપાડા,મકરાણ,ભાદોદ,કુયાલા,કુવડાવાડી,ખડકીમહું, કોડખાડી,ખામપાડા,પાટી,દતવાડા,પીપલાપાની ગરૂડેશ્વર તાલુકાના ધનિયાલા,પંચલા,વણજી,જેતપોર-વઘરાલી,વસંતપુરા,મીઠીવાવ,નસરી, નવાપરા (ગરૂ),નાની રાવલ,સુરજવડ,ગંભીરપુરા દેડીયાપાડા તાલુકાના દુથર,સેજપુર,પાનસર,કુંભખાડી,ભૂતબેડા,પીંગલાપાડા,મંછીપાડા,રોહદા,ટીમ્બાપાડા, અલમાવાડી,પાનુડા,પણગામ,ઈંદલાવી,શીશખુંટા,પીપારીપાડા,ખુપર બરસાણ,પીપલા,નવાગામ (પાનુડા),ગોપાલીયા,ટીલીપાડા,ધનોર તિલકવાડા તાલુકાના ડાભીયા,ઈન્દ્રમા,કસુંદર,જેસીંગપુરા,મોરા,નાના વોરા,વઘેલી ગામોનો ઉક્ત મંજુરીમાં સમાવેશ થાય છે.

संबंधित पोस्ट

અકસ્માતોની ફરિયાદો બાદ SOUને જોડતા માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકાયા

Vande Gujarat News

સાગબારાના તાલુકાના ગામોને ચાર નવી એમ્બ્યુલન્સ ફાળવાઇ

Vande Gujarat News

પ્રધાનમંત્રીના કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં અડચણ, કેવડિયામાં બહારની વ્યક્તિને “No Entry” : સ્થાનિકોનો નિર્ણય

Vande Gujarat News

Remembering Stephen Hawking: Books and quotes from the scientist that prove his genius

Admin

કેવડિયામાં PM મોદી ના આગમનની તૈયારીઓ પૂર્ણ : યુનિટી ગ્લો ગાર્ડન તૈયાર, PM મોદી રાત્રી રોકાણ કરીને ટહેલવા નીકળે તેવી શક્યતા

Vande Gujarat News

COVID 19: Fashion icon Donatella Versace donates 200,000 Euros to Italy hospital fighting coronavirus

Admin