



રાજપીપળા પાસે આવેલ કરજણ ડેમ માંથી વોટર લાફિંગ કરીને નાંદોદ,નેત્રંગ અને વાલીયા તાલુકાના ખેડૂતો માટે સિંચાઈના પાણી આપવાની યોજના રાજ્ય સરકારે અમલી બનાવેલ છે.ત્યારે આ યોજનામાં પાઇપલાઇન ખેડૂતોની જાણ બહાર તેમના ખેતરમાંથી પસાર થતાં ભારે વિરોધ વંટોળ ઉઠ્યા હતા.જેને શાંત પાડવા ખેડૂતોને સમજાવવા સાંસદ મનસુખ વસાવાએ નાંદોદ તાલુકાના બીતાડા ગામ ખાતે ખેડૂતો સાથે એક બેઠક યોજી હતી.જેમાં સરકારની નિયમો અનુસાર ચૂકવવા નહીં હૈયાધારણા આપી હતી.બીતાડા ગામે કરજણ ડેમ જળસંચય યોજના આધારિત પાઇપલાઈન પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે નેત્રંગ તાલુકાના અને નાંદોદ તાલુકાના બોર્ડર ના ગામોના ખેડૂત આગેવાનો સાથે અગત્યની મીટીંગ યોજવામાં આવી હતી. તમામ ખેડૂતો ભાઈઓએ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તે માટે સહયોગ આપવો તથા જે પણ ખેડૂતોનું જમીન બાબત નું વળતર બાકી હશે.
તેવા તમામ ખેડૂતોને સરકારના ધારાધોરણ મુજબ યોગ્ય વળતર મળશે ની ઉપસ્થિતિ ખેડૂતોને સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું.આ પાઇપલાઇન પ્રોજેક્ટનું કામ જેટલી ઝડપથી પૂર્ણ થતાં નેત્રંગ તથા વાલીયા તાલુકાના ખેડૂતોને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. તેની સાથે સાથે નાંદોદ તાલુકાના મુવી,પલસી,બીતાડા તથા મોટી ભમરીના મોટાભાગના ખેડૂતોને પણ પાઈપ લાઈન પ્રોજેક્ટના સિંચાઈની સુવિધાઓથી વંચિત રહી જશે.તેવા ખેડૂતોને ગુજરાત પેટર્ન તથા પ્રધાનમંત્રી યોજના અંતર્ગત તમામ ખેડૂતોને સિંચાઈની સુવિધાનો લાભ આપવામાં આવશે,પણ સાંસદે જણાવ્યું હતું.