



જીલ્લામાં હાલમાં ૫૭ કેન્દ્રો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવે છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ અટકે અને સંક્રમિત દર્દીઓને શોધી તેમની સત્વરે સારવાર થઇ શકે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગે ભરૂચ અને અંક્લેશ્વરની ૪ લેબને એન્ટીબોડી ટેસ્ટ માટે પરવાનગી આપવામાં આવી છે.
ભરૂચ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને અંકૂશમાં લેવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ત્યારે અન્ય રાજ્યોમાંથી જીલ્લામાં રોજગારીઅર્થે આવતાં લોકોમાંં કોરોનાનું સંક્રમણ છે કે કેમ તેમજ તેમનામાં કોરોનાને મ્હાત આપવા માટેની ઈમ્યુનિટી છે કે કેમ તે તપાસમાં માટે જીલ્લામાં ૪ લેબને એન્ટીબોડી ટેસ્ટની પરવાનગી આપવામાં આવી છે. જેેમાં ચારેય લેબોરેટરીને આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી છે.જેમાં તેમને માત્ર આઇસીએમઆર માન્ય ELISA કે CLIA રેપીડ એન્ટી બોડી ટેસ્ટ કીટ જ વાપરવા તાકીદ કરી છે ઉપરાંત તેના ભાવ પણ નિયત કર્યા છે.જેમાં ELISA ફોર એન્ટીબોડી ટેસ્ટ દર્દી લેબમાં જઇને કરાવે તો તેના ૪૫૦ રૂપિયા આપવાના થશે, જો દર્દીના ઘરે કે અન્ય સ્થળે જઈ સેમ્પલ કલેક્ટ કરવાના હોય તો ૫૫૦ રૂપિયાની ફી નક્કી કરાઈ છે.ઉપરાંત તે જ પ્રકારે લેબમાં CLIA ફોર એન્ટીબોડી ટેસ્ટના 500 અને ઘરેથી સેમ્પલ કલેક્ટ કરવાના ૬૦૦ રૂપિયા નક્કી કરાયાં છે.
સિમ્પ્ટોમિક દર્દીઓના એન્ટીજન કે આટીપીસીઆર ટેસ્ટથી દર્દીને કોરોના છે કે કેમ તેની માહિતી મેળવવામાં આવતી હોય છે. જોકે એન્ટી બોડી ટેસ્ટમાં જો કોઇ વ્યક્તિને કોરોનાના લક્ષણ ન હોય પરંતુ તે કોરોનાથી સંક્રમિત થયો હોય તો એન્ટી બોડી ટેસ્ટના પરિક્ષણમાં તે ફલિત થઇ જતું હોય છે. ઉપરાંત જે તે વ્યક્તિ કોરોનાને મ્હાત આપવા માટે કેવી રીતે ઇમ્યુનિટી વધી રહી છે. તેની પણ માહિતી મળી શકે છે. જે કોરોના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે.
ભરૂચની ગુંજન લેબોરેટરી અને અમી લેબોરેટરી સહિત અંકલેશ્વરની સ્માર્ટ પેેથોલોજી લેબ અને મોદી ક્લિનિક લેબોરેટરીને મંજૂરી આપવામાં આવી છે.