Vande Gujarat News
Breaking News
Morbi

181 મહિલા હેલ્પ લાઈન અને ચાઈલ્ડ લાઈન 1098 ના સહિયારા પ્રયાસો થી બાળકીને તેના માતા સુધી પહોંચાડી.

તારીખ ૧૪ નાં એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ હેલ્પ લાઈન માં ફોન કરી ને જણાવવામાં આવ્યું કે એક બાળકી અને તેની સાથે વૃદ્ધ માણસ ઘુંટું રોડ પર આવેલ ફેક્ટરી પાસે છે જેમાં વૃદ્ધ માણસ ને અશક્તિ અને નબળાઈ ને કારણે અર્ધ બેભાન હોય તેવું જણાય છે અને બાળકી રડે છે ત્યાર બાદ મોરબી ૧૮૧ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે જઈ આખી ઘટના ની વિગત વાર માહિતી લીધી હતી ત્યારે વૃદ્ધ માણસ અને બાળકી સાથે પૂછતાછ કરતાં જાણવા મળ્યું કે તેઓ બાળકી ના નાના છે અને બે દિવસ પહેલા તેના દીકરી ના ઘરે ગયા હતા ત્યાંથી તેની સાથે આ બાળકી ને લાવેલ હતા અને તેઓ થાન માં રહે છે આજ રોજ કામની શોધ માટે મોરબી આવેલ છે. ત્યાર બાદ બાળકી સાથે પરામર્શ કરતા બાળકી તેની માતા કે જેઓ ગાંધીધામ -કચ્છ માં રહે છે તેની પાસે જવા માંગે છે ત્યાર બાદ બાળકીને આશ્રય અને અન્ય મદદ માટે ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈન ની ટીમ ને જાણ કરાઇ હતી અને તેઓ દ્વારા બાળકી ને રેસ્કયું કરીને ચાઈલ્ડ લાઈન ની ઓફિસ ખાતે લઇ આવેલ.ત્યારબાદ બાળકી પાસે થી મળેલ માહિતી અનુસાર તેની માતા ગાંધીધામ કચ્છ ના રહેવાસી હોવાનું જાણવા મળતાં તેના માતા નો સંપર્ક કરવા માં આવ્યો અને ત્યાર બાદ તેની માતા ને બાળકી વિશે જાણકારી આપી તેઓ મોરબી લેવા આવવા રવાના થઇ ગયા અને તારીખ 15-10- 2020 નાં રોજ તેની માતા ને મોરબી બી- ડિવિઝન પોલીસ સ્ટેશન બોલાવી અને તે બાળકી ને 181 મહિલા હેલ્પ લાઇન અને ચાઈલ્ડ લાઈન 1098 ની હાજરી માં તેને તેના મમ્મી ને સોંપવા માં આવેલ છે.

संबंधित पोस्ट

મોરબીના સિરામીક ઉદ્યોગોએ ચાયનાને હંફાવી વર્લ્ડ સિરામીક માર્કેટમાં કબજો મેળવ્યો છે – વિજયભાઇ રૂપાણી

Vande Gujarat News

Mass graves dug in Iran for coronavirus victims visible from space: Report

Admin

US summons Chinese envoy over Beijing’s coronavirus comments

Admin

Shah Rukh Khan plays a scientist in Ranbir Kapoor, Alia Bhatt-starrer Brahmastra: report

Admin

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦ સંદર્ભે જનરલ ઓબઝરવર ડો. હરિઓમ ની અધ્યક્ષતા માં વિશેષ સમીક્ષા બેઠક સમીક્ષા બેઠક યોજાઇ

Vande Gujarat News

મોરબી ઝુલતા પુલ દુર્ધટનાને પગલે મોરબી નગરપાલિકાનું વિસર્જન કરવામાં આવશે

Vande Gujarat News