



ભરત ચુડાસમા : કળશને પંચતત્ત્વનું પ્રતીક માનવામાં આવે છે. આ પંચતત્ત્વ છે આકાશ, ધરતી, પાણી, વાયુ અને અગ્નિ છે. કળશ આ પાંચ તત્વથી મળીને બને છે. માટીમાં પાણી મિક્સ કરીને કળશ બનાવવામાં આવે છે. ત્યાર બાદ તેને આકાશ નીચે હવામાં સૂકવવામાં આવે છે. અગ્નિમાં પકવવામાં આવે છે. કળશ સ્થાપના કરતી સમયે એમાં જળ ભરવામાં આવે છે અને જળમાં બધા તીર્થનું અને બધી જ નદીઓનું આહવાન કરવામાં આવે છે.
કોઇપણ શુભ કામમાં આ બધાની પૂજા કરવી જરૂરી હોય છે. પંચતત્ત્વથી આપણું શરીર પણ બનેલું હોય છે. કળશના સ્વરૂપમાં પંચતત્ત્વ, તીર્થ અને નદીઓનું પૂજન કરવામાં આવે છે. કળશના મુખ ઉપર ભગવાન વિષ્ણુ, કંઠમાં શિવજી અને મૂળ ભાગમાં બ્રહ્માજીનો વાસ માનવામાં આવે છે. આ ત્રણેયની એકસાથે પૂજા માટે કળશની સ્થાપના કરવામાં આવે છે.