ભરત ચુડાસમા: હિંદુ પંચાંગ પ્રમાણે, એક વર્ષમાં ચાર નવરાત્રિઓ આવે છે. નવરાત્રિ બે ઋતુઓના સંધિકાળમાં શરૂ થાય છે. સંધિકાળ એટલે એક ઋતુના પૂર્ણ થવા અને બીજી ઋતુના આવવાનો સમય. બે નવરાત્રિ સામાન્ય રહે છે અને બે ગુપ્ત રહે છે. ચૈત્ર મહિના અને આસો મહિનાની સામાન્ય નવરાત્રિ માનવામાં આવે છે. માહ અને અષાઢમાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ હોય છે. હાલ વર્ષાઋતુના જવાનો સમય છે અને શીત ઋતુ શરૂ થઇ રહી છે. નવરાત્રિના દિવસોમાં પૂજા-પાઠ કરીને ખાન-પાનને લગતી સાવધાનીઓ રાખવાથી આપણે સીઝનલ બીમારીઓથી બચી શકીએ છીએ.
નવરાત્રિમાં વ્રત કેમ કરવામાં આવે છે?
ઋતુઓના સંધિકાળમાં ઘણા લોકોને સીઝનલ બીમારીઓ, જેમ કે શરદી-તાવ, પેટનો દુખાવો, અપચો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આયુર્વેદમાં રોગથી બચવા માટે લંઘન નામની એક વિધિ છે. આ વિધિ પ્રમાણે વ્રત કરવાથી રોગથી છુટકારો મેળવી શકાય છે.
નવરાત્રિમાં અન્નનો ત્યાગ કરવાથી અપચાની સમસ્યા થતી નથી. ફળાહાર કરવાથી શરીરને જરૂરી ઊર્જા મળે છે. ફળ સરળતાથી પચી પણ જાય છે. દેવી પૂજા કરનારા ભક્તોની દિનચર્યા સંયમિત રહે છે, જેથી આળસ આવતી નથી. સવારે જલદી જાગવું અને પૂજા-પાઠ, ધ્યાન કરવાથી મન શાંત રહે છે. ગુસ્સો અને અન્ય ખરાબ વિચાર દૂર રહે છે.