Vande Gujarat News
Breaking News
Bharuch

ભરૂચના દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર દર્શન અર્થે ખુલ્લુ.

ભરત ચુડાસમા : સમગ્ર વિશ્વ કોરોના થી હચમચી ઉઠ્યું છે અને નવ મહિના તમામ ધાર્મિક સ્થળો બંધ રહ્યા બાદ માં જગદંબાની આરાધના ના પર્વ આસો નવરાત્રી નિમિત્તે સોશ્યલ ડિસ્ટન્સ સહિત ના પાલનો સાથે મોટા અંબાજી મંદિર જેટલું મહત્વ ધરાવતું ભરૂચ ની દાંડિયા બજાર શક્તિપીઠ અંબાજી મંદિર પણ ભક્તો માટે ખુલ્લું મુકાતા સવાર થી જ ભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી.

ભરૂચ જીલ્લામાં આસો નવરાત્રી માં ગરબા ના આયોજન ની મંજૂરી મળી નથી પરંતુ માતાજીની ભક્તિ થકી નવરાત્રીની ઉજવણી કરવા માટે સરકાર ના કોવિડ ની ગાઈડ લાઈન મુજબ માતાજી ના મંદિરો ખુલ્લા મુકવામાં આવ્યા છે.ત્યારે મોટા અંબાજી મંદિરનું જેટલું મહત્વ રહેલું છે તેટલું જ ભરૂચ ના દાંડિયા બજાર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિર નું રહેલું છે.જેના ભાગરૂપે મોટા અંબાજી મંદિરે માતાજી ની નવ દિવસ હાથી,વાઘ,નંદની સહીત ના વિવિધ સિંહાસનો ઉપર બિરાજમાન થશે તે મુજબ ભરૂચ ના શક્તિપીઠ અંબાજી મંદિર ના માતાજી ને પણ વિવિધ સિંહાસનો ઉપર બિરાજમાન કરવામાં આવે છે અને મોટા અંબાજી મંદિર માં ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે તે પ્રમાણે ભરૂચ ના અંબાજી મંદિરે પણ કરવામાં આવે છે.

જેથી આ મંદિર નું પણ વધારે મહત્વ રહેલું છે.જેથી શક્તિપીઠ અંબાજી મંદિરે સમગ્ર ભરૂચ જીલ્લા માંથી ભક્તો દર્શન અર્થે ઉમટી રહ્યા છે અને સરકાર ના નિયમો નું પણ ચુસ્ત પાલન ભક્તો ને કરાવવામાં આવી રહ્યું છે.નવ દિવસ માતાજીની ભક્તિ થકી સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવનાર હોવાનું શક્તિપીઠ મંદિરના મહંત મનોહરગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું.

 

संबंधित पोस्ट

વ્યાજખોરો પર તવાઈ બાદ હવે ભરૂચ પોલીસ કરી આવી નાના વેપારીઓના વ્હારે, જરૂરિયાતમંદ લારી ગલ્લા અને રિક્ષા ચાલકોને સરકારી યોજનાઓના લાભ અપાવવા પોલીસે છેડ્યું અભિયાન

Admin

અંકલેશ્વરમાં ફેરીયાઓનું સ્ક્રીનીંગ ત્રીજા દિવસે માત્ર 1300નો જ દંડ, 79 લારી ધાકરો, 1055 દુકાનદારો મળી 1134 લોકોનું સ્ક્રીનિંગ કરાયું

Vande Gujarat News

સંગીતપ્રેમી ભરૂચીઓનો જિલ્લા વહીવટીતંત્રના નવલા નજરાણાને અભુતપૂર્વ પ્રતિસાદ

Admin

ખાનગી એમ્બ્યુલન્સ સંચાલકો પર મેડિકલ વેસ્ટનો ટોપલો ઠલવાયો, સિવિલના કમ્પાઉન્ડમાં વેસ્ટનો મામલો ગરમાયો

Vande Gujarat News

સ્વ.અહમદ પટેલે દત્તક લીધેલા વાંદરી ગામના અધુરા કામો હવે પુત્ર ફૈઝલ પટેલ પૂર્ણ કરાવશે

Vande Gujarat News

ખેતીમાં રસાયણનો ઓછો અને સેન્દ્રિય ખાતરનો વધુ ઉપયોગ ઉત્પાદન વધારશે

Vande Gujarat News