



ભરૂચના મકતમપુર વિસ્તારમાં જૂના ઝઘડા અંગેની સમાધાન બાબતે એકત્ર થતા ધીંગાણું સર્જાયું હતું.જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.મારમારીના બનાવ માં ઝી ડિવિઝન પોલીસ મથકે છ લોકો સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચના ઝાડેશ્વર ગામ ખાતે દૂધેશ્વર ફળિયામાં રહેતા મહેન્દ્રભાઈ માછી પોતાના ઘર આંગણે ઉભા હતા.તે દરમ્યાન મોડી રાત્રીએ કન્યા શાળા પાછળ રહેતા દિલીપભાઈ વસાવાનાઓ આવી ફરિયાદીના કાકા સાથે જુના ઝધડા બાબતે સમાધાન કરવું છે કે નહીં તેમ કહી દિલીપ વસાવા ફરિયાદીના કાકા જયેશ માછી સાથે સમાધાન કર્યું હતું.ત્યાર બાદ ગ્રામ પંચાયત પાસે ક્રિકેટ રમતા રમતા બોલાચાલી થયેલ છે જે બાબતે સમાધાન કરવું છે.તેમ કહી દિલીપ વસાવા ફરિયાદીના કાકા પાસે ફરી એકવાર આવ્યા હતા અને તેઓ સાથે દિલીપ વસાવાના મિત્રો અજય વસાવા,ગુંજન કમલેશ વસાવા,રોહન દિનેશ વસાવા,અક્ષય વસાવા સહિત અન્ય મિત્રો મળી છ લોકોની ટોળકીએ ફરિયાદી ઉપર હુમલો કરતાં ફરિયાદીને જમણી આંખની નીચે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે ઈજાગ્રસ્ત ની હાલત ગંભીર હોવાના કારણે વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી હતી.ભરૂચ સી ડિવિઝન પોલીસે ઈજાગ્રસ્તની ફરિયાદ લઈ હુમલાખોર ૬ આરોપી સામે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.