



કોરોના વાઈરસની વૈશ્વિક મહામારી ને પગલે ભારત સરકાર દ્વારા લોકડાઉન બાદ અનલોક 5 જાહેરકરવામાં આવ્યું છે સાથે કોરોનાનાં સંક્રમણને અટકાવવા માટે કોરોના વિરુદ્ધ સમગ્ર દેશમાં જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.તેને અટકાવવામાટેના જરૂરી પગલાં લેવા અંગે લોકોમાં જાગૃતિ આવે અને લોકો માસ્ક પહેરે, વારંવાર સાબુથી હાથ ઘોવે તેમજ સેનિટાઈઝરનો ઉપયોગ કરે અને એક બીજા વચ્ચે 6 ફૂટનું અંતર રાખે તે બહુ જરૂરી છે.ત્યારે વડોદરા મહાનગર પાલિકાનાં કમિશ્નર પી સ્વરૂપે પરિપત્ર બહાર પાડ્યો છે અને ભારત સરકારનાં આ અભિયાન અંતર્ગત વડોદરા મહાનગર પાલિકાનાં મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષની ઉપસ્થિતિમાં મહાનગર પાલિકા નાં કર્મચારીઓ સહિત અધિકારીઓ ને ભારત સરકારના અભિયાનની અમલવારી કરવા માટે તેમજ માસ્ક પહેરવા,સાબુથી વારંવાર હાથ ધોવા, સેનેટાઇઝ કરવા અને 6 ફૂટનું અંતર જાળવવા માટેનાં શપથ લેવડાવ્યા હતા. ઉપરાંત પરિવાર સહિત બાળકો અને વડીલો ની સંભાળ રાખવા તેમજ પરિવાની રીગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ ઉપચાર પદ્ધતિ અપનાવવા માટેના શપથ લેવામાં આવ્યા હતા.વડોદરા મહાનગર પાલિકાની મુખ્ય કચેરી સહિત,વોર્ડ કચેરી, સ્વાથ્ય કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર આ શપથ લેવામાં આવ્યા હતા. ભારત સરકારનાં કોરોના સંક્રમણ અટકાવવા માટેનાં જન આંદોલન વિશે વધુ માહિતી વડોદરાનાં મેયર ડો.જીગીષાબેન શેઠે આપી હતી.