



ભરૂચ જીલ્લામાં મેહુલીયાના લાંબા વિરામ બાદ આસો નવરાત્રીના પ્રારંભ થી જ બપોરના સમયે વાતાવરણમાં અચાનક પલ્ટો આવી જતા વરસાદ વરસતા સમગ્ર ભરૂચમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.અચાનક મેહુલીયાની એન્ટ્રીના પગલે જાહેર માર્ગો ઉપર થી નીકળતા લોકોએ પણ સુરક્ષિત જગ્યા કરવાનો વારો આવ્યો હતો.
ભરૂચ જીલ્લામાં આસો નવરાત્રીના પ્રારંભે જ વાતાવરણમાં પલ્ટો આવી ગયો હતો અને આકાશમાં કાળા ડિંબાગ વાદળોની ફોજ ઉતરી આવતા અચાનક વરસાદ તુટી પડતા ધોધમાર વરસાદ વરસ્યો હતો અને વરસાદી ઝાપટું આવતા જ ભરૂચમાં પાણી પાણી થઈ ગયો હતો.જેના પગલે ભરૂચ શહેરમાં વાતાવરણ ઠંડુબોર બની ગયું હતું.જોકે અચાનક વરસેલા વરસાદના પગલે જાહેર માર્ગો ઉપરથી પસાર થઈ રહેલા લોકોએ વરસાદથી બચવા માટે સુરક્ષીત જગ્યા પકડવા માટે મજબૂર બન્યા હતા.જોકે સતત વરસેલા વરસાદના પગલે ભરૂચવાસીઓએ એક સાથે ત્રણ ઋતુનો અનુભવ કર્યો હતો તો બીજી તરફ વરસાદ વરસતા ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા.