Vande Gujarat News
Breaking News
BharuchGujarat

હાંસોટ નાગરિક સહકારી બેંક લી.ના ભુતપૂર્વ ચેરમેન અને હાલના ડિરેકટર કરશન પટેલની જીલ્લાની છ અર્બન કો-ઓપરેટીવ બેંકના પ્રતિનિધિ તરીકે નિમણુંક.

બોર્ડ ઓફ ડીરેકટર્સની વર્ષ ૨૦૨૦-૨૦૨૫ માટે ચૂંટણી યોજાય હતી.જેમાં હાંસોટ નાગરિક સહકારી બેંક લી.ના ભુતપૂર્વ ચેરમેન અને હાલના ડિરેકટર કરશનભાઈ રણછોડભાઈ પટેલની જીલ્લા પ્રતિનિધિ તરીકે બિનહરીફ વરણી થઈ હતી.
ધી ગુજરાત અર્બન કો- ઓપરેટીવ બેન્કસ ફેડરેશન અમદાવાદ કે જે ગુજરાત રાજયની તમામ સહકારી બેંકોનું પ્રતિનિધિત્વ કરે છે.જેની બોર્ડ ઓફ ડીરેકટર્સની વર્ષ ૨૦૨૦-૨૦૨૫ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં ભરૂચ જીલ્લામાં આવેલ છ અર્બન કો-ઓપરેટીવ બેંક માટે એક પ્રતિનિધિની નિયુકતિ માટે ચૂંટણી યોજાઈ હતી.આ ચૂંટણીમાં ભરૂચ જીલ્લાની બેઠક ઉપર ધી હાંસોટ નાગરિક સહકારી બેંક ના ભૂતપૂર્વ ચેરમેન તથા હાલના ડીરેકટર કરશનભાઈ રણછોડભાઈ પટેલની બિનહરીફ વરણી થયેલ છે.જે સમગ્ર ભરૂચ જીલ્લા માટે ગૌરવની વાત છે.જેઓને સહકારી ક્ષેત્રનો વિશાળ અનુભવ છે અને કો-ઓપરેટીવ બેંકને લગતા પ્રશ્નોની રજૂઆત કરવામાં મદદરૂપ થશે.તેમ ભરૂચ જીલ્લાના સહકારી આગેવાનો આશા રાખે છે.

संबंधित पोस्ट

અંકલેશ્વર નગરપાલિકા માં વધુ એક થેલી કૌભાંડ ચર્ચાની ચકડોળે ચડ્યું…

Vande Gujarat News

સાગબારા તાલુકા સંગઠનના 29થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોએ પણ પક્ષમાંથી રાજીનામા આપ્યાં

Vande Gujarat News

ગુજરાત 2021:સુરતમાં 8 મહિનામાં હીરા બુર્સ શરૂ થશે, વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી વચ્ચે ટ્રેન દોડશે, અમદાવાદ-રાજકોટ 6 લેન હાઇવે તૈયાર થશે, ચારણકા સોલર પ્લાન્ટની ક્ષમતા 800 મેગાવૉટ થશે

Vande Gujarat News

કોરોનાના સુપર સ્પ્રેડરોને શોધવા 1666 ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ

Vande Gujarat News

રાજ્યમાં 29મી જાન્યુઆરીએ યોજાશે જુનિયર ક્લાર્કની પરીક્ષા, ઉમેદવારોને પેપર લીક ના થવાની આશા

Admin

“મોતીયા અંધત્વ મુક્ત ગુજરાત” ઝુંબેશ અંતર્ગત ૪ મહિનામાં ૩.૩૦ લાખ મોતિયાના ઓપરેશન સફતાપૂર્ણ સંપન્ન

Vande Gujarat News