



મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ફિનોલેક્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડ અને મુકલ માધવ ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલા ‘GIVE WITH DIGNITY’ અભિયાનનું આજે ગાંધીનગર ખાતેથી ફ્લેગ ઓફ કર્યું હતું. આ અભિયાન હેઠળ રાજ્યમાં 5000થી વધુ અનાજની કિટનું વિતરણ કરવામાં આવશે. આ કિટ કોરોનાની મહામારીમાં આજીવિકાના નુકસાનથી પીડાતા જરૂરિયાતમંદ જેમ કે, સફાઇ કામદાર, BPL પરિવાર, ગરીબ વિસ્તાર, અતિવૃષ્ટિ આવેલી હોય તેવા ગામડાઓના લોકો, દૈનિક મજૂર, ખેત મજૂર, દિવ્યાંગ લોકો, ટૂર ગાઇડને આપવામાં આવશે. શ્રી વિજયભાઇ રૂપાણીએ મુકલ માધવ ફાઉન્ડેશનના ટ્રસ્ટી શ્રી પ્રકાશ છાબરીયા , શ્રી રીતુ છાબરિયા તેમજ રિધિમાં ફાઉન્ડેશનના શ્રીમતી જિગીષાબેન શાહને આ પરોપકારી પ્રયાસ બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.