Vande Gujarat News
Breaking News
Breaking NewsCrimeGujarat

ગુજરાત એમ્પલોયમેન્ટ સર્વિસના નામે પ્રસિદ્ધ થયેલી ભરતીની જાહેરાત બનાવટી

▪રાજ્યનાં નોકરી વાંચ્છુ ઉમેદવારો આ બનાવટી ભરતીની જાહેરાતનાં પ્રલોભનમાં આવીને છેતરાય નહી તે માટે સાવચેત રહેવા રોજગાર અને તાલીમ કચેરી દ્વારા તાકીદ

ગુજરાત એમ્પલોયમેન્ટ સર્વિસના નામે સરકારી નોકરીની ભરતી સંદર્ભે બનાવટી જાહેરાત પ્રસિદ્ધ કરી રાજ્યના નોકરી વાંચ્છુ ઉમેદવારોને છેતરવાં માટેના પ્રયત્નો થઇ રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઇને આ સંદર્ભે ઉમેદવારો જોગ જરૂરી સ્પષ્ટતા કરી છે કે આવી કોઇ ભરતી અંગેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી નથી. રાજ્યનાં નોકરી વાંચ્છુ ઉમેદવારો આ બનાવટી ભરતીની જાહેરાતનાં પ્રલોભનમાં આવીને છેતરાય નહી તે માટે સાવચેત રહેવા પણ રોજગાર અને તાલીમ કચેરી દ્વારા તાકીદ કરવામાં છે.

તા.૧૫મી ઓકટોબર-૨૦૨૦ના રોજ વિવિધ દૈનિક વર્તમાનપત્રોમાં ‘GUJARAT EMPLOYMENT SERVICES’ Sector-21, Gandhinagar દ્વારા સીધી ભરતી માટેની જાહેરાત શિર્ષક હેઠળ ભરતીની જાહેરાત પ્રસિદ્ધ થઇ હતી. જેમાં કોવિડ-૧૯ના અનુસંધાને ઘરે બેસીને કરી શકાય તેવી નોકરીઓ માટે ૨૫૨૦ જગ્યાઓ હોવાનો ઉલ્લેખ કરીને તે માટે રૂ. ૩૦૦/-ની ફી સાથે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. રાજ્યના તમામ રોજગાર વાંચ્છુ ઉમેદવારોને આ લોભામણી જાહેરાતના પ્રલોભનમાં ન ફસાઈ, તે અંગે કોઈ પણ પ્રકારની અરજીની પ્રક્રિયા હાથ ન ધરવા અને સાવચેત રહેવા રોજગાર અને તાલીમ કચેરી દ્વારા અપીલ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

पाकिस्तान में आजादी समर्थक रैली में दिखाए नरेन्द्र मोदी के पोस्टर

Vande Gujarat News

चीनी कारोबार को झटके पर झटका, सोलर पैनल-सेल पर सेफगॉर्ड ड्यूटी एक साल के लिए बढ़ाई गई

Vande Gujarat News

ईरान के शीर्ष परमाणु वैज्ञानिक की हत्या, विदेश मंत्री ने इजरायल पर लगाया आरोप

Vande Gujarat News

કાર્યવાહી:નેત્રંગ ચાર રસ્તા પાસેથી 30 પશુઓ લઇ જતા 2 ટેમ્પો સાથે ચાર ઝડપાયા

Vande Gujarat News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

શિક્ષણમાં જેટલી મહેનત કરશું એટલો આપણો વધુ વિકાસ થશે:સાંસદ મનસુખભાઈ વસાવા

Vande Gujarat News