



આજે ઘટ સ્થાપન પ્રસંગે સર્વે નાગરિકોના જીવનમાં ઉર્જા, ઉમંગ, ઉત્સાહનો સંચાર થાય અને પ્રત્યેક નાગરિકના જીવનમાં મંગલકારી- કલ્યાણકારી પળોનો સતત ઉમેરો થાય તેવી હું માં દુર્ગાને પ્રાર્થના કરું છું. – શ્રી સી.આર. પાટીલ
આદ્યશક્તિની આરાધના દરમ્યાન કોરોના કાળને પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું અને વારંવાર સાબુથી હાથ ધોવા, જેવી આરોગ્ય રક્ષક પ્રવિધીઓને અનુસરવા અને સરકારશ્રીની માર્ગદર્શક સૂચનાનું પાલન કરવા અનુરોધ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલેે કર્યો હતો.
પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલે આજથી શરૂ થતા નવરાત્રીના પાવન પર્વે રાજ્યના સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.
શ્રી પાટીલે જણાવ્યું હતું કે આજે નવરાત્રીનો પ્રથમ દિવસ પર્વતરાજ હિમાલયની પુત્રી માં દુર્ગાના શૈલપુત્રી સ્વરૂપને સમર્પિત હોય છે.
માં દુર્ગાનું સ્વરૂપ શાંતિ, સૌમ્યતા અને પ્રભાવનું પ્રતિક છે. આજે ઘટ સ્થાપન પ્રસંગે સર્વે નાગરિકોના જીવનમાં ઉર્જા, ઉમંગ, ઉત્સાહનો સંચાર થાય અને પ્રત્યેક નાગરિકના જીવનમાં મંગલકારી- કલ્યાણકારી પળોનો સતત ઉમેરો થાય તેવી હું માં દુર્ગાને પ્રાર્થના કરું છું.
શ્રી પાટીલે વર્તમાન પરિસ્થિતિના સંદર્ભમાં જણાવ્યું હતું કે, માં આદ્યશક્તિની આરાધના દરમ્યાન કોરોના કાળને પણ ધ્યાનમાં રાખવો જરૂરી છે. તેઓએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું, માસ્ક પહેરવું અને સાબુથી વારંવાર હાથ ધોવા, જેવી આરોગ્ય રક્ષક પ્રવિધીઓને અનુસરવા અને સરકારશ્રીની માર્ગદર્શક સૂચનાનું પાલન કરવા અનુરોધ કર્યો હતો.
શ્રી પાટીલે અંતમાં જણાવ્યું હતું કે,હંમેશાં નાગરિકહિતને કેન્દ્રસ્થાને રાખીને જ સરકાર દ્વારા જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. આ વર્ષે ગરબા થઈ શકે તેમ નથી પણ પ્રાર્થના જરૂર થઇ શકે તેમ છે.માં આદ્યશક્તિ જગત જનનીને કરેલી પ્રાર્થના તે જરૂરથી સાંભળતા હોય છે.સૌની સુખાકારી અને સારી તંદુરસ્તી માટે માં જગદંબાને પ્રાર્થના કરીએ અને નવરાત્રિની ઉજવણીની સાથે સાથે સ્વયંની, પરિવારની, રાજ્ય અને દેશની પણ દરકાર કરીએ તે પણ અત્યંત આવશ્યક છે.