Vande Gujarat News
Breaking News
Breaking NewsCrimeOtherTapi (Vyara)

તાપીના શિક્ષણ અધિકારી બી.એમ.પટેલ 10,00,000/- રૂપિયાની લાંચ માંગતા એસીબીના હાથે ઝડપાયા, સ્કૂલને આપેલી નોટિસ પરત ખેંચવા બાબતે માંગી હતી લાંચ.

તાપીના શિક્ષણ અધિકારી બી એમ પટેલ ની એસીબી દ્વારા ધરપકડ સ્કૂલ ને આપેલી નોટિસ પરત ખેંચવા બાબતે દસ લાખ રૂપિયાની લાંચ માગતા પકડાયા. તાપીના શિક્ષણાધિકારી બી એમ પટેલ ની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી. તાપી જિલ્લામાં આવેલી એક સ્કૂલ ને આપેલી નોટિસ પર પરત ખેંચવા ૧૦ લાખની લાંચ માંગી હતી. જેમાં રૂપિયાની ડીલેવરી ગતરોજ રાતે થવાની હતી તે દરમિયાન એસીબીએ છટકું ગોઠવી ઝડપી પાડયા છે. આ સાથે ક્લાર્ક રવિ પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ અધિકારી અને ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી ભરતભાઈ મંગળ ભાઈ પટેલ આકસ્મિક મુલાકાત લઇ ઇસ્પેકશન માં મુદ્દાઓની પૂર્તતા માટે શાળાને નોટિસ આપી હતી. જે મુદ્દાઓની પૂર્તતા શાળા તરફથી કરાતા ફરીથી અમુક મુદ્દાઓની પૂર્તતા સાથે ફરી નોટિસ શાળાના આચાર્યને મોકલવામાં આવી હતી. આ બાબતે આચાર્ય રૂબરૂમાં શિક્ષણ અધિકારી ની મુલાકાત કરી ત્યારે તેમની પાસેથી 10 લાખની લાંચ માંગવામાં આવી હતી. ત્યારે શાળાના આચાર્ય લાંચની રકમ આપવા માંગતા ન હતા. તેથી તેઓ એસીબી પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે આધારે ગઈકાલે લાંચના છટકાનું આયોજન કર્યું હતું.  છટકા દરમિયાન શિક્ષણાધિકારીએ આચાર્યને ક્લાર્ક રવિ રવિન્દ્રકુમાર કેજી ગોસન શંકરલાલ પટેલ ને નાચ ની રકમ આપવા જણાવ્યું હતું. જેથી આચાર્યએ લાંચની રકમ લઇ રવિન્દ્રના કુમાર આપવા જતા શિક્ષણાધિકારીએ એસીબીના છટકામાં ની જાણ થતા લાંચની રકમ સ્વીકારી ન હતી. પરંતુ તેના વિડિયો અને પુરાવાને આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

संबंधित पोस्ट

કોંગી અગ્રણી ગુલામ નબી આઝાદે અહેમદભાઈ પટેલના પરિવારજનોની મુલાકાત લીધી…

Vande Gujarat News

પતંગની દોરીએ ભોગ લીધો:ભરૂચમાં પતંગની ધારદાર દોરીથી યુવકનું ગળું કપાયું, સારવાર મળે તે પહેલાં મોત

Vande Gujarat News

અંકલેશ્વર હાઈવે પર સુરતના વરાછાના બિલ્ડરનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન

Vande Gujarat News

ઉત્તરાયણ પર્વ:ભરૂચમાં ઉતરાયણ પર્વ પર ઘાયલ પક્ષીઓને સારવાર અને રેસ્ક્યુ માટે સેંટર શરૂ

Vande Gujarat News

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નાગાલેન્ડમાં નવા નેશનલ હાઈવેનું કર્યું ઉદ્દઘાટન

Vande Gujarat News

સેનિટાઈઝરના વધુ ઉપયોગથી શરીરમાં ખરજવું, ચકામા, એલર્જી જેવી તકલીફો ઊભી થઇ રહી છે

Vande Gujarat News