Vande Gujarat News
Breaking News
BharuchBreaking NewsBusinessGujaratIndiaOther

2 કરોડ કરતાં ઓછું ટર્નઓવર હોય તો વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ, 1 કરોડ વધુ GST કરદાતાને થશે ફાયદો

કોરોના મહામારીને ધ્યાને લઇને GST કરદાતાઓને સરકારે મોટી રાહત આપી છે. જે કરદાતાનું ટર્નઓવર 2 કરોડથી ઓછું હોય તેમને વાર્ષિક રિટર્નમાંથી અને જેમનું ટર્નઓવર 5 કરોડથી ઓછું હોય તેમને GST ઓડિટ રિપોર્ટ ફાઇલ કરવામાંથી છૂટ આપવામાં આવી છે. આમ જીએસટીના 1.10 કરોડ કરદાતાને આ છૂટનો લાભ મળશે.

હાલમાં જ જીએસટી ડિપાર્ટમેન્ટે કરદાતાઓને રાહત આપતા 2019-20ના નાણાકીય વર્ષમાં રૂ. 5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને જીએસટી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવામાંથી છૂટ આપી છે. વધારામાં જે કરદાતાનું વાર્ષિક વેચાણ રૂ. 2 કરોડથી નીચે હોય તેમને વાર્ષિક રિટર્ન ભરવામાંથી પણ છૂટ આપી છે. આમ જીએસટી સાથે નોંધાયેલા 1.33 કરોડ કરદાતાઓમાંથી અંદાજે 1.10 કરોડ કરદાતાઓનું વેચાણ રૂ. 5 કરોડથી નીચે છે. જેને લઇને જીએસટી કરદાતાઓના મોટા વર્ગને વાર્ષિક રિટર્ન અને ઓડિટ ભરવામાંથી છૂટછાટ આપવામાં આવી છે. જીએસટીના જૂના કાયાદા પ્રમાણે દરેક કરદાતાએ વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયાત હતું. જે કરદાતાનું રૂ. 2 કરોડથી વધારે ટર્નઓવર હોય તેમણે જીએસટી ઓડિટ કરાવું ફરજિયાત હતું. પરંતુ સરકારે નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 2 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા લોકોને રિટર્ન ભરવામાં છૂટ આપી છે. જ્યારે રૂ. 5 કરોડથી નીચે અને રૂ. 2 કરોડથી ઉપરનું ટર્ન ઓવર ધરાવતા કરદાતાએ માત્ર વાર્ષિક રિટર્ન ભરવાનું રહેશે તેમને જીએસટી ઓડિટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આમ સરકારે જીએસટી કરદાતાઓને મોટી રાહત આપી છે.

संबंधित पोस्ट

જૂનાગઢમાં શરદી તાવ ઝાડા ઉલટી સહિતના રોગચાળાનો ઉપદ્રવ વધતા આરોગ્ય તંત્ર આવ્યું હરકતમાં

Vande Gujarat News

રિમ્સમાં લાલુ યાદવની તબિયત બગડી:RJD ચીફ લાલુને શ્વાસ લેવામાં તકલીફ, કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

Vande Gujarat News

આજે સરકારી હોસ્પિટલમાં કોરોનાને લઈ મોકડ્રીલ, અમદાવાદમાં 70 હોસ્પિટલમાં મોકડ્રીલ

Vande Gujarat News

ट्विटर पर ट्रंप के बैन से फॉलोअर्स की रेस में आगे निकले PM मोदी, दुनिया में बने नंबर वन

Vande Gujarat News

ममता बनर्जी ने स्वीकार किया खेल मंत्री लक्ष्मी रतन शुक्ला का इस्तीफा, कहा- ऑल द बेस्ट

Vande Gujarat News

ધૂળની ઉડતી ડમરીઓથી ૩૯ જેટલા છોકરાઓને અસ્થમા થયો હોવાનો રહીશોનો આક્ષેપ, અંકલેશ્વર ગડખોલ ગ્રામ પંચાયતના ભરવાડ વસાહતના લોકોએ રાજપીપળા ચોકડીથી રોડ બંધ કરતાં વિવાદ

Vande Gujarat News