



NTA દ્વારા 13 સપ્ટેમ્બરે યોજાયેલી પરીક્ષાનું શનિવારે પરિણામ જાહેર થયું. NEETની એકઝામનું રીઝલ્ટ જાહેર થતાં ભરૂચના વિદ્યાર્થી અને જાણીતા તબીબ ડો.કેતન દોશીના પુત્ર વિશાલ દોશીએ ઓલ ઇન્ડિયા લેવલે 372 મો અને ભરૂચ જિલ્લામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. 13 મી સપ્ટેમ્બરે યોજાયેલ નીટની પરીક્ષામાં સમગ્ર દેશ માંથી 16 લાખ અને રાજ્યમાંથી 70 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેનું પરિણામ જાહેર થતા ભરૂચના વિશાલે 720 માંથી 686 માર્કસ મેળવ્યાં હતા. નેશનલ લેવલ ઉપર તેણે 372 મો રેન્ક મેળવી હતી સફળતા પ્રાપ્ત કરી હતી.
કોરોના કાળમાં પિતાને પણ કોરોનાની અસર થઈ હતી. ત્યારે અભ્યાસ ઉપર 10 દિવસ બગડ્યા હતા. પરિવારનો સપોર્ટ રહ્યો જેથી રિઝલ્ટ સારું મળ્યું. રોજના 8થી 10 કલાક અભ્યાસ કરતો હતો. લોકડાઉન થતાં પહેલાં કોર્ષ પતી ગયો હતો. જોકે માત્ર પરીક્ષા પર ફોકસ કર્યું હતું. પહેલાં પણ બેથી ત્રણ પરીક્ષા આપી હતી એટલે કોઈ બીક નહોતી. વધુમાં અન્ય વિદ્યાર્થીઓને તેણે જણાવ્યું કે, સબજેક્ટમાં ઈન્ટ્રસ્ટ કેળવવો પડશે. જેથી કોઈપણ વિષયને ક્લિયર કરી શકાય. પોતાના ઉપર વિશ્વાસ રાખો એટલે કંઈજ અઘરું નથી. કાર્ડિયોલોજીસ્ટમાં મને રસ છે એટલે તે ફિલ્ડમાં જ આગળ વધવું છે.