



અંકલેશ્વર શહેરમાં આદર્શ સોસાયટીમાં રહેતા ONGCના નિવૃત કર્મચારી રીખવદેવ તીર્થરામ શર્મા નિવૃત્તિ બાદ રાજપારડીમાં ક્વોરીનો વ્યવસાય કરે છે. જેનો 8 વર્ષ પૂર્વે બેટરીની જરૂરિયાત ઉભી થતાં બીજુ પી.એ. સાથે પરિચય થયો હતો. જે બાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા બંધાઈ હતી. દરમિયાન ધંધા અર્થે બીજુએ રૂપિયાની જરૂર ઉભી થઇ હોવાનું જણાવી 6 જેટલા ચેક અને રોકડ સ્વરૂપે રૂપિયા 80 લાખ વર્ષ2016 થી વર્ષ 2018સુધી લીધા હતા. 2016 થી 2018 દરમિયાન છેતરપિંડી, 2019 માં ફરીયાદ નોંધાઇ હતી
ત્યારબાદ ફરિયાદી દ્વારા વારંવાર રૂપિયાની માંગણી કરતા ફોન પર અને મેસેજ પર કબૂલાત કર્યા બાદ રાતોરાત અંકલેશ્વરનું ઘર છોડી કેરલ ખાતે નાસી ગયો હતો. ત્યારબાદ પણ રીખવદેવ તીર્થરામ શર્મા રૂપિયા પરત માગતા બંને હાથ ઉંચા કરી હતા. છેલ્લા 1 વર્ષથી ફરાર બંને સાળા બનેવી કેરળમાં હોવાની માહિતી અંકલેશ્વર શહેર પોલીસને મળતા કેરળ પોલીસની મદદથી ટીમે જંગલો ખુંદી ઝુંપડામાંથી ઝડપી પાડ્યો હતો. તેનો કોરોના ટેસ્ટ કરાવી અંકલેશ્વર લઇ આવ્યા હતા. અંકલેશ્વરમાં તેને કોર્ટમાં રજુ કરતા 5 દિવસ ના રિમાન્ડ મંજુર થયા હતા.
બનાવ અંગે વધુ માહિતી આપતા ડી.વાય.એસ. પી એમ.પી ભોજાણીએ જણાવ્યું હતું. કે ઝડપાયેલ આરોપી ની પ્રાથમિક પૂછપરછ માં રૂપિયા પોતાના પર થયેલ દેવું માં લોકો ચૂકવી દીધા હતા. પોલીસે તેના સાળા મનોજ કે.ઉલ્લાહનની ક્યાં છે. અને 80 લાખ રૂપિયા રિકવર કરવાની તજવીજ આરંભી હતી.