Vande Gujarat News
Breaking News
Breaking NewsGujaratMorbiPolitical

ડિજિટલ ઇન્ડિયા અભિયાન ની પ્રેરક પહેલ… :૬૫-મોરબી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ માં ચૂંટણીલક્ષી ફરિયાદ Twitter ના માધ્યમથી પણ કરી શકાશે…

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીને તેમના ઓફિસીયલ Twitter એકાઉન્ટ માધ્યમથી ફરિયાદ કરી શકશે.

મહેન્દ્રસિંહ જાડેજા : ચૂંટણીપંચે સોશ્યિલ મીડિયા મારફત આચાર સંહિતા ભંગની ફરિયાદો સાંભળવા માટે Twitter જેવી સોશ્યિલ મીડિયાની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેનાથી કોઈપણ નાગરિક દ્વારા આચારસંહિતાના ભંગની ફરિયાદ કરી શકશે.

ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિ થતી હોય તો Twitter Application દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મોરબીને ફરીયાદ મોકલી શકે છે. જેથી ઝડપથી આવી પ્રવૃતિ પર રોક લગાવી શકાય છે. ચૂંટણીલક્ષી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા માટે નાગરિકો Twitter મોબાઇલ એપ્લીકેશનથી ફરિયાદ કરી શકે તે માટે DY DEO-MORBI Twitter Account પર Massage Twit કરી આદર્શ આચાર સંહિતા અંગેની ફરિયાદ કરી શકે છે. જેથી તાત્કાલિક ફરિયાદનો નિકાલ થઇ શકે.

Twitter મોબાઇલ એપ્લીકેશન દ્વારા ચૂંટણીલક્ષી ફરિયાદો દાખલ કરવાની આ સુવિધાનો લાભ લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડ અને મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જે.બી. પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

संबंधित पोस्ट

બરોડા ડેરીનાં પ્રમુખ પદે દિનુમામાની તેમજ ઉપપ્રમુખ પદે જી.બી.સોલંકીની બિનહરીફ વરણી..

Vande Gujarat News

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ ડે નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કર્યુ

Vande Gujarat News

प्रयागराज: पटाखा चलाते वक्त झुलसी BJP सांसद रीता बहुगुणा जोशी की 6 साल की पोती, मौत

Vande Gujarat News

ભરૂચ જિલ્લામાં રાજકીય ભૂકંપ, ઝઘડિયા છોટુ વસાવાના ગઢમાં ગાબડું.તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, એપીએમસી પ્રમુખ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સહિત 35 થી વધુ સરપંચોએ અને કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો..

Vande Gujarat News

कुतुब मीनार की मस्जिद पर कोर्ट में याचिका, 27 हिंदू-जैन मंदिरों को तोड़कर बनाने का दावा

Vande Gujarat News

હું કિસાન પરિવારમાંથી આવુ છું… કૃષિ મંત્રી તોમરે દેશના કિસાનોને લખ્યો 8 પેજનો પત્ર

Vande Gujarat News