



વિજયસિંહ : જંબુસર આશા બહેનોની મોડ્યુલ છ અને સાતની પાંચ દિવસની ટ્રેનિંગ પ્રોગ્રામ તાલુકા હેલ્થ કચેરી ખાતે ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર સંજીત રંજન વર્મા દ્વારા આશા બહેનોને ગામડામાં માતા મરણ બાળમરણ રોગપ્રતિકારક શક્તિ રસીકરણ સહિત હાલ ચાલી રહેલી કોરના મહામારી માં બચાવ કામગીરી સહિત વિવિધ આરોગ્યલક્ષી કામગીરી અંગે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. સદર ટ્રેનિંગ પ્રોગ્રામ પાંચ દિવસનો રાખવામાં આવ્યો છે.. આ કાર્યક્રમ થકી આશા બહેનો સુંદર કામગીરી બજાવી શકે અને જન જાગૃતિ ફેલાય તેેમજ જનતાને સાચી સમજ આપી શકે. હાલ ચાલી રહેલા કારોના મહામારી માં સોશિયલ ડિસ્ટન્સ વારંવાર સેનેટાઈઝર થી હાથ ધોવા મોઢે માસ્ક પહેરવું અને જનતાને પણ કારોના નીતિ નિયમોનું પાલન કરાવવા તાલુકા ઇન્ચાર્જ ટી એચ ઓ સંજીત રંજન વર્મા દ્વારા આશા બહેનોને જણાવ્યું હતું.