



જંબુસર પંથક માં સામાજીક કાર્યો માં હંમેશા અગ્રેસર રહેતી તાલુકાના અણખી ગામ સ્થિત સ્કોટગ્લાસ પ્રા.લી દ્વારા તાલુકા ના પ્રજાજનો ને જરૂરીયાત ના સમયે ઉપયોગી થાય તેવાં ઉમદા હેતું થી રૂપિયા ૨૫ લાખ ના ખર્ચે તૈયાર કરાયેલ આઈ.સી.યુ ઈકવીપમેન્ટ ધરાવતી એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કંપની ના પ્રેસિડેન્ટ પવનકુમાર શુકલા,વાઈસ પ્રેસિડેન્ટ (એચ.આર) રાકેશ પટેલ ધ્વારા કરી શાયોના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જંબુસર જનરલ હોસ્પિટલ ને રાહતદરે સંચાલન કરવા સુપ્રત કરી હોવાનાં સમાચાર સાંપડયા છે.
જંબુસર પંથક માં વિભિન્ન સામાજિક કાર્યો કરવાં માં હરહંમેશ તત્પર રહેતી તાલુકા ના અણખી ગામ સ્થિત સ્કોટગ્લાસ પ્રા લી ધ્વારા તાલુકા ના પ્રજાજનો ને મેડિકલ જરૂરીયાત ના સમયે ઉપયોગી થાય તેવાં ઉમદા હેતું થી રૂપિયા ૨૫ લાખ ના ખર્ચે અધતન સુવિધાઓ ધરાવતી આઇ.સી.યું. એમ્બ્યુલન્સ તૈયાર કરાવી હતી. જેનો લોકાર્પણ કાર્યક્રમ સ્કોટગ્લાસ પ્રા લી ખાતે યોજાયો હતો. કંપની ના પ્રેસિડેન્ટ પવનકુમાર શુક્લા, તથા વાઇસ પ્રેસિડેન્ટ ( એચ.આર) રાકેશ પટેલ ની ઉપસ્થિતિ મા યોજાયેલ કાર્યક્રમ માં જંબુસર સ્થિત શાયોના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જંબુસર જનરલ હોસ્પિટલ ના ડો તુષાર પટેલ ને તાલુકા ના પ્રજાજનો ઉપયોગી થાય એ માટે સંચાલન માટે સુપ્રત કરી હતી. આ પ્રસંગે કંપની ના પ્રેસિડેન્ટ પવનકુમાર શુક્લા તથા વાઇસ પ્રેસિડેન્ટ રાકેશ પટેલે જણાવ્યું હતુ કે કંપની ધ્વારા આ અધતન સુવિધાઓ ધરાવતી આઇ.સી.યુ. એમ્બ્યુલન્સ તાલુકા પ્રજાજનો ને તાત્કાલિક સારવાર ના સમયે ઉપયોગી થાય તે માટે સંચાલન માટે શાયોના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જંબુસર જનરલ હોસ્પિટલ ને સુપ્રત કરેલ છે. અને રાહત દરે તાલુકા ના પ્રજાજનો માટે ઉપલબ્ધ થશે. આ ઉપરાંત કંપની ધ્વારા શાયોના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જંબુસર જનરલ હોસ્પિટલ ને અગાઉ આંખ ની સારવાર તથા ઓપરેશન માટે અધતન મશીનરી આપવામા આવી હતી. જેનો લાભ તાલુકા પ્રજાજનો લઇ રહ્યા છે અને રાહત દરે આંખ ના ઓપરેશન કરાવી રહ્યાં છે. પ્રેસિડેન્ટ પવનકુમાર શુક્લાએ વધુ મા જણાવ્યું હતુ કે કંપની ધ્વારા આજરોજ નવો પ્લાન્ટ કાર્યરત કરવામા આવ્યો છે જેમા ૧૫૦ થી વધુ લોકો ને રોજગારી આપવામા આવી છે. આ પ્રસંગે કંપની ના ધર્મેન્દ્ર મલ્લ, શુપ્રાન્તુ બેનરજી, એચ.આર.મેનેજર ધર્મેન્દ્ર પટેલ, ભરત પટેલ,પાદરા ના શૈલેષ સ્વામી વિગેરે ઉપસ્થિત રહયા હતા.