



ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં બનાવટી ચલણી નોટોની બજારમાં વપરાશકર્તા હેરાફેરી કરતા બાંગ્લાદેશી તેમજ અન્ય ઈસમોની પ્રવૃત્તિ ઉપર વોચ રાખવા સુચના અને માર્ગદર્શન આપેલ.તેના આધારે એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેકટર પી.એન.પટલે સ્ટાફને વોચ રાખવા અને માહિતી મેળવવા સુચના આપી હતી.તે દરમ્યાન બાતમી મળેલ કે સુરત તરફ થી મોટર સાયકલ ઉપર એક ઈસમ બનાવટી ચલણી નોટો લઈને અંકલેશ્વર અન્સાર માર્કેટમાં ખરીદી કરવા આવનાર છે.જેના આધારે સુરત થી અંકલેશ્વર તરફ આવતા નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર પોલીસ સ્ટાફ સાથે છુટાછવાયા ગોઠવાઈ જઈ વોચ માં હતા.તે સમયે નેશનલ હાઈવે ઉપર આવેલ હોટલ પરીવાર નજીક રોડ ઉપર આ મોટર સાયકલ આવતા તેને રોકી ચાલકનું નામ પુછતા તેણે પોતાનું નામ જીગ્નેશભાઈ નટુભાઈ રાણીંગા હોવાનું જણાવેલું તેની વધુ પૂછતાછ માં તે મોરથાણા ગામ પ્લોટ ફળીયુ,તાલુકા કામરેજ જીલ્લો સુરતનો અને મૂળ રહેવાસી નંદનવન સોસાયટી,કાળીયાબીડ,ભાવનગરનો હોવાનું જાણવા મળેલ.તેની પાસે રહેલી થેલીમાં તપાસ કરતા થેલીમાં રૂ.50 ના દરની અલગ અલગ સીરીયલ નંબરની ભારતીય ચલણી નોટોનો જથ્થો જણાઈ આવતા તે જોતા પ્રથમ દ્રષ્ટ્રીએ જ બનાવટી હોવાનું ફલિત થયું હતું.
તેથી બેન્ક મેનેજર અને એફએસએલ અધિકારી પાસે તપાસ કરાવતા આ નોટો ખોટી હોવાનું જણાયું હતું.તેની પાસેની અલગ અલગ સીરીયલ નંબરની રૂ.50 ના દર ની કુલ 5644 બનાવટી ચલણી નોટ મળી કુલ રૂપિયા 2,,82,200 ની કિંમતની મળી આવેલ. વધુ તપાસ માં તેનેવ આ નોટો જાતે બનાવેલ હોવાનું કહેવા સાથે આ નોટો લઈને પોતે અન્સાર માર્કેટ અંકલેશ્વરમાં ખરીદી કરવા આવેલ હોવાનું પણ તેને કહ્યું હતું.એસ.ઓ.જી પોલીસે આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી તેની પાસેથી મળી આવેલ રૂ.50 ના દરની કુલ 5644 ની નોટો મળી કુલ કિંમત રૂપિયા 3,37,200 ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી અને આગળની તપાસ ના ચક્રો એસ.ઓ.જી.ભરૂચે ગતિમાન કર્યા છે.
પોલીસ આ રીતે અગાઉ કેટલી બનાવટી ચલણી નોટો ક્યાં ક્યાં ફરતી કરી છે અન્ય કોઈ ની સંડોવણી છે કે કેમ વિગેરે માહિતીમેળવવા ની કવાયત હાથધરી છે.ત્યારે વધુ શુ બહાર આવે છે તે જોવું રહ્યું.