Vande Gujarat News
Breaking News
GujaratVadodara

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત કરજણ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.

આજરોજ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આગામી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત કરજણ ખાતે ભાજપાની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. આ બેઠકમાં આ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા,પ્રદેશ મહામંત્રી અને કરજણ વિધાનસભાના ઈન્ચાર્જ શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ,વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઈન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટ તથા વડોદરા જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા સહિતના હોદ્દેદારો અને ભાજપા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઈન્ચાર્જ અને પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં મોરબી ખાતે વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ભાજપાના ઉમેદવાર બ્રિજેશભાઈ મેરજાના વિજયને સુનિશ્ચિત બનાવવા ભાજપા કાર્યકર્તાઓની બેઠક યોજાઈ.આ બેઠકમાં મોરબી વિધાનસભાના ઇન્ચાર્જઓ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી સૌરભભાઈ પટેલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે.જાડેજા, સાંસદો મોહનભાઇ કુંડારિયા,પૂનમબેન માડમ,નરહરિ અમીન,મોરબી જિલ્લા પ્રમુખ રાઘવજીભાઈ પટેલ,રાજકોટ મહાનગર ભાજપા પ્રમુખ કમલેશભાઈ મીરાણી, રાજકોટ જિલ્લા ભાજપા પ્રમુખ ડી.કે.સખીયા સહિતના હોદ્દેદારઓ,ભાજપા અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કરજણ ખાતે તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, વિધાનસભા પેટા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, ભાજપાના કાર્યકર્તાઓ ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે તેમની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે કેન્દ્ર અને રાજ્યની ભાજપા સરકારની જન કલ્યાણકારી નીતિઓ, પ્રજાલક્ષી કાર્યો, સંગઠનના કાર્યકર્તાઓના પરિશ્રમ અને બુથ સુધીના માઈક્રો પ્લાનિંગ અને વ્યવસ્થાપનના આધારે આ ચૂંટણીમાં કરજણના ભાજપાના ઉમેદવાર અક્ષયભાઈ પટેલ સહિત અન્ય બેઠકોમાં પણ ભાજપાના વિજયને નિશ્ચિત બનાવીશું.પાટીલે આગામી વિધાનસભા પેટા ચૂંટણીના અનુસંધાને વિવિધ મુદ્દે છણાવટ કરી ચુંટણી વ્યવસ્થાને લાગતા જરૂરી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.
પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા તેમજ વિધાનસભા પેટ ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરીએ મોરબી ખાતેની બેઠકમાં તેમજ પ્રદેશ મહામંત્રી અને કરજણ વિધાનસભાના ઇન્ચાર્જ શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ,વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટે કરજણ ખાતે યોજાયેલી આજની ભાજપાની બેઠકમાં ઉપસ્થિત સૌને આગામી પેટા ચૂંટણીના સંદર્ભમાં સંગઠનલક્ષી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

संबंधित पोस्ट

વડોદરાનો મિસ્ત્રી પરિવાર 147 વર્ષોથી સાચવે છે સંગીત વાદ્યોનો ભવ્ય વારસો

Vande Gujarat News

અમદાવાદ: ઉત્તરાયણની ઉજવણી કરવા અમિત શાહ આવશે ગુજરાત, જાણો તેમના કાર્યક્રમ વિશે

Vande Gujarat News

૧૯ વર્ષથી હૃદયની પીડાથી પીડાતા વડોદરાના દર્દીને અમદાવાદના બ્રેઇનડેડ રાહુલભાઇ સોલંકીના હૃદયના દાનથી નવજીવન

Vande Gujarat News

અંકલેશ્વરમાં ટ્રકના ચોરખાનામાં 20.35 લાખની કિંમતની 5088 વિદેશી દારુની બોટલો જપ્ત

Vande Gujarat News

અમૃતસરમાં કલાકોથી ફસાયેલા અમરનાથ યાત્રીઓની મદદે આવી ભરૂચ પોલીસ…

Vande Gujarat News

અમદાવાદ જિલ્લામાં જૂના આધાર કાર્ડ નાગરીકો રીન્યૂ કરાવી શકશે 10 વર્ષ જૂના આધાર કાર્ડ માટે વ્યવસ્થા

Admin