આવતીકાલે ૧૯ ઓક્ટોબર ૨૦૨૦, સોમવારના રોજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તેમજ વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ અને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં ધારી ખાતે સવારે ૧૦.૦૦ કલાકે અને ગઢડા ખાતે સાંજે ૬.૦૦ કલાકે ભાજપાની ચૂંટણીલક્ષી બેઠક યોજાશે.
પ્રદેશ ભાજપના મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે આગામી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ અને વિધાનસભા પેટા ચૂંટણીના પ્રદેશ ઇન્ચાર્જ ભાર્ગવભાઈ ભટ્ટ આવતીકાલે ૧૯ ઓક્ટોબર ૨૦૨૦, સોમવારે ડાંગ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે અને કપરાડા ખાતે સાંજે ૪.૦૦ કલાકે બેઠકમાં ઉપસ્થિત રહી ચૂંટણી વ્યવસ્થાપનની વિવિધ બાબતો અંગે ભાજપા કાર્યકર્તાઓને વિસ્તૃત માર્ગદર્શન આપશે.